આવતી કાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે વાવાઝોડું; ગુજરાતને કેટલી અસર થશે? બિપોરજોય કઈ દિશામાં આગળ વધશે?

WhatsApp Group Join Now

બીપરજોય વેરી સીવીયર સાયકલોનીક સ્ટોર્મમાં ફેરવાઈ ગયું છે. જો હજુ અનુકૂળ વાતાવરણ મળશે તો હજુ મજબૂત બીજી એક્સ્ટ્રીમલી સાયકલોનીક સ્ટોર્મ સુધી પણ મજબૂત બની શકે.

બીપરજોય વાવાઝોડું ઓમાન, પાકિસ્તાન અને ગુજરાત નામના ત્રણ જગ્યાએ જઈ શકે છે. હવે આવતીકાલે મોટા ભાગના મોડલો લગભગ ગમે તે એક દિશા તરફ પ્રયાણ કરશે તેવુ લાગે છે બાકી આ તો અરબીસમુદ્રનું વાવાઝોડુ છે.

આ વાવાઝોડાની અગાઉની અપડેટમાં જણાવ્યું હતું કે અરબીસમુદ્રના વાવાઝોડા અગાવ ટ્રેક કરવા શક્ય નથી તેના અભ્યાસમાં દુનિયાના બધા મોડલ અને આગાહીકારો ફેલ છે. તેવી જ રીતે જોવા મળી રહ્યું છે કે હજુ સુધી વાવાઝોડાનો રૂટ કોઈને ખ્યાલ આવતો નથી.

બીજી બાજુ અંબાલાલ પટેલની આગાહી મુજબ, 9 જુન બાદ વાવાઝોડુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે તેમ છે. જેમાં 14 જુન આસપાસ પવનની ઝડપ 200 કિમી પ્રતિ કલાક સુધી થઈ શકે છે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં ચોમાસુ બેસવાની સંભાવનાઓમાં 23, 24, 25 જુનથી 8 જુલાઇ વચ્ચેભ છે. આ દિવસો દરમિયાન સારો વરસાદ પડી શકે છે. જુલાઇ માસમાં સારો વરસાદ પડવાની સાથે ઓગસ્ટામાં હવાના દબાણ ઉભા થશે પણ વરસાદ ઓછો રહેશે.

બિપોરજોય વાવાઝોડુ રાજ્યાના દક્ષીણ સૌરાષ્ટ્ર તથા ગુજરાતના ભાગોમાં વરસાદ લાવશે તેવી આગાહી તેમણે કરી હતી, ઉપરાંત મુંબઇ અને મહારાષ્ટ્રવમાં પણ ભારે વરસાદની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી હતી. વાવાઝોડાની અસર હેઠળ ગુજરાતમાં 4 ઇંચ અને કચ્છંમાં પણ વરસાદની શક્યેતાઓ હોવાનું તેમણે ઉમેર્યું હતું.

આગળ જણાવ્યું હતું કે વાવાઝોડુ ઓમાન તરફ ભલે જાય પણ ભારે પવન અને વરસાદથી કાંઠા વિસ્તાારમાં નુકસાનની સંભાવના છે. આગળ સપ્ટેેમ્બંર અને ઓક્ટોબર મહિનામાં પણ વરસાદની શક્યતાઓ જણાવી છે. 5થી 17 ઓકટોબરે ભારે પવન ફૂંકાશે.

ખાસ નોંધ:હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment