જીરૂના ભાવમાં થયો મોટો કડાકો; જાણો આજના (તા. 01/11/2023 ના) જીરુંના બજાર ભાવ – Today 01/11/2023 Jiru Apmc Rate
જીરૂની બજારમાં ફરી મંદીની સર્કિટ લાગી હતી અને વાયદો 44000 ની અંદર આવી ગયો હતો. જીરૂનાં નિકાસ ભાવો પણ રૂ. 700થી 900 જેટલા ઘટી ગયા હતા. જીરૂમાં નિકાસ માંગ ઠપ્પ છે અને તેજીવાળાનાં હાથમાંથી ગેમ હવે જતી રહી છે, જેને પગલે જીરૂ વાયદામાં આગામી દિવસોમાં ભાવ ઘટીને 40000 ની સપાટી સુધી આવે તેવી ધારણા છે.
નવી સિઝનનો વાયદો ક્યાં ભાવથી ખુલે છે તેનાં ઉપર બજારની નજર રહેલી છે. જીરૂમાં જો દોઢાથી બમણાં વાવેતર થયા તો નવી સિઝનમાં જીરૂનાં ભાવ ઘટીને 25 હજાર સુધી આવી જાય તેવી પણ બજારમાં ચર્ચા ચાલી રહી છે અને ઉપરમાં 50000 ના ભાવ જોવા મળી શકે છે.
નવી સિઝનમાં કે આગામી બે-ત્રણ વર્ષ સુધી હવે ફરી 65000 ના ભાવ આવે તેવા કોઈ ચાન્સ નથી. 70000 નું સપનું જોનારા હવે શાંત થઈને બેસી ગયા છે. જીરૂની બજારમાં હવે તખ્તો પલ્ટાઈને મંદી તરફ આવી ગયો હોવાથી બજારો એકધારી ઘટી રહી છે.
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો.
જીરૂના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 31/10/2023, મંગળવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂના ભાવ રૂ. 8200થી રૂ. 9200 સુધીના બોલાયા હતા. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરૂના ભાવ રૂ. 4501થી રૂ. 8125 સુધીના બોલાયા હતા. તેમજ વાંકાનેરના માર્કેટ યાર્ડમાં જીરૂના ભાવ રૂ. 7100થી રૂ. 8125 સુધીના બોલાયા હતા.
જસદણ માર્કેટ યાર્ડમાં જીરૂના ભાવ રૂ. 6000થી રૂ. 9400 સુધીના બોલાયા હતા. જ્યારે જામજોધપુર માર્કેટ યાર્ડમાં જીરૂના ભાવ રૂ. 7000થી રૂ. 8300 સુધીના બોલાયા હતા. તેમજ જામનગરના માર્કેટ યાર્ડમાં જીરૂના ભાવ રૂ. 3500થી રૂ. 8350 સુધીના બોલાયા હતા.
મોરબી માર્કેટ યાર્ડમાં જીરૂના ભાવ રૂ. 8034થી રૂ. 9000 સુધીના બોલાયા હતા. જ્યારે જામખંભાળિયા માર્કેટ યાર્ડમાં જીરૂના ભાવ રૂ. 6000થી રૂ. 7600 સુધીના બોલાયા હતા. તેમજ દશાડાપાટડીના માર્કેટ યાર્ડમાં જીરૂના ભાવ રૂ. 8500થી રૂ. 9051 સુધીના બોલાયા હતા.
આ પણ વાંચો: અડદના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; આજનો ઉંચો ભાવ રૂ. 2291, જાણો આજના (01/11/2023 ના) અડદના બજારભાવ
ધ્રોલ માર્કેટ યાર્ડમાં જીરૂના ભાવ રૂ. 7600થી રૂ. 8400 સુધીના બોલાયા હતા. જ્યારે હળવદ માર્કેટ યાર્ડમાં જીરૂના ભાવ રૂ. 8700થી રૂ. 9460 સુધીના બોલાયા હતા. તેમજ ધાનેરાના માર્કેટ યાર્ડમાં જીરૂના ભાવ રૂ. 6811થી રૂ. 7601 સુધીના બોલાયા હતા.
જીરુંના બજાર ભાવ (Today 01/11/2023 Jiru Apmc Rate):
તા. 31/10/2023, મંગળવારના જીરૂના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 8200 | 9200 |
ગોંડલ | 4501 | 8526 |
વાંકાનેર | 7100 | 8125 |
જસદણ | 6000 | 9400 |
જામજોધપુર | 7000 | 8300 |
જામનગર | 3500 | 8350 |
મોરબી | 8034 | 9000 |
જામખંભાળિયા | 6000 | 7600 |
દશાડાપાટડી | 8500 | 9051 |
ધ્રોલ | 7600 | 8400 |
હળવદ | 8700 | 9460 |
ધાનેરા | 6811 | 7601 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.
1 thought on “જીરૂના ભાવમાં થયો મોટો કડાકો; જાણો આજના (તા. 01/11/2023 ના) જીરુંના બજાર ભાવ – Today 01/11/2023 Jiru Apmc Rate”