ડુંગળીની ખરીદી બંધ! ભાવમાં મોટો કડાકો; જાણો આજના (08/11/2023) ડુંગળીના બજાર ભાવ – Today 08/11/2023 Onion Apmc Rate
ડુંગળીમાં એનાં નિશ્ચિત સ્થાન પરથી હટવા ન દેવાનો મકશદ લઇને બેઠેલ સરકાર પર ખેડૂતો ખફા થયેલા છે. ઘણા ખેડૂતોએ તો વિનંતી કરી હતી કે આવશ્યક ચીજ વસ્તુનાં લીસ્ટમાંથી ડુંગળીને કાઢો તો જ ખેડૂત બે પાંદડે થશે.
જામનગર અને જૂનાગઢ પંથકનાં બંને ખેડૂતે એક સ્વરમાં કહ્યું હતું કે, ડુંગળી બાબતે સરકાર છાની-માની બેઠી હોત તો જન્માષ્ટમીએ ડુંગળીનાં પ્રતિમણ રૂ. 1000 અને દિવાળી પહેલા રૂ. 1500 ભાવ ચોક્કસ હોત, પણ ડુંગળીમાં સરકારને શું બાપે માર્યા વેર છે, એ સમજાતું નથી.
મહુવા યાર્ડમાં વેચાણ માટે આવતાં દરેક ખેત ઉત્પાદનનું ખેડૂતો પાસેથી કોઇ પણ પ્રકારે વધારે વજન કે ઘટ તરીકે ઓછુ વજન ગણવામાં ન આવે, તેવી સ્પષ્ટ સુચના સરકાર તરફથી મળેલ છે. તેની ચુસ્તપણે અમલવારી કરવાની યાર્ડ તરફથી જાહેરાત કરવામાં આવી હતી. જેની અમલવારી તા. 06-11-2023 સોમવારથી તમામ જણસીમાં કોઇપણ પ્રકારની વધારાની વજન કપાત વેપારી કરી શકશે નહીં.
આ જાહેરાત સામે વિરોધ પ્રગટ કરતાં ખરીદનાર વેપારીઓએ હરરાજી બંધ રાખી હડતાલનું શરણું લીધું હતું. આ અંગે યાર્ડસત્તા તરફથી મંગળવારે બપોર પછી 4 કલાકે સમાચાર મળ્યા છે કે મગફળી અને કપાસ જેવી જણસીમાં વેપારીઓ સાથે બેઠકનાં દોરમાં સમાધાન થઇ જવાથી, આ બંને પાકની હરરાજી રાબેતા મુજબ ચાલું રહેશે.
જ્યારે ડુંગળી, અનાજ અને કઠોળમાં સમાધાન ન થવાથી હરરાજીથી વેપારીઓ અળગા રહ્યાં હતા. તેથી ખેડૂતોએ અને કમીશન એજન્ટભાઇઓએ નવી જાહેરાત ન થાય, ત્યાં સુધી એવી જણસી લાવવી નહીં કે મંગાવવી નહીં.
લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 07/11/2023, મંગળવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 451થી રૂ. 731 સુધીના બોલાયા હતા. જ્યારે જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 210થી રૂ. 426 સુધીના બોલાયા હતા. તેમજ વિસાવદરના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 280થી રૂ. 426 સુધીના બોલાયા હતા.
આ પણ વાંચો: તુવેર અને સોયાબીનના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (08/11/2023 ના) તુવેર અને સોયાબીનના બજારભાવ
અમરેલી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 600 સુધીના બોલાયા હતા. જ્યારે મોરબી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 300થી રૂ. 700 સુધીના બોલાયા હતા. તેમજ અમદાવાદના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 400થી રૂ. 800 સુધીના બોલાયા હતા.
દાહોદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 800થી રૂ. 1000 સુધીના બોલાયા હતા. જ્યારે વડોદરા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 400થી રૂ. 1000 સુધીના બોલાયા હતા.
લાલ ડુંગળીના બજાર ભાવ (Today 08/11/2023 Onion Apmc Rate):
તા. 07/11/2023, મંગળવારના લાલ ડુંગળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 451 | 731 |
જેતપુર | 210 | 706 |
વિસાવદર | 280 | 426 |
અમરેલી | 200 | 600 |
મોરબી | 300 | 700 |
અમદાવાદ | 400 | 800 |
દાહોદ | 800 | 1000 |
1 thought on “ડુંગળીની ખરીદી બંધ! ભાવમાં મોટો કડાકો; જાણો આજના (08/11/2023) ડુંગળીના બજાર ભાવ – Today 08/11/2023 Onion Apmc Rate”