ડુંગળીના ભાવમાં મણે રૂ. 200નો કડાકો; જાણો આજના (09/12/2023) ડુંગળીના બજાર ભાવ – Today 09/12/2023 Onion Apmc Rate

WhatsApp Group Join Now

ડુંગળીના ભાવમાં મણે રૂ. 200નો કડાકો; જાણો આજના (09/12/2023) ડુંગળીના બજાર ભાવ – Today 09/12/2023 Onion Apmc Rate

ડુંગળીની બજારમાં રાતોરાત મંદી આવી ગઈ હતી. કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકી દીધો હોવાથી ભાવમાં સરેરાશ મણે રૂ. 200થી વધુ ઘટી ગયાં હતાં. ડુંગળીનાં ભાવ રૂ. 50નાં કિલો વાળા ઘટીને રૂ. 35 થઈ ગયાં હતાં.

ડુંગળીની બજારમાં સરકારનાં ખોટા નિર્ણય સામે દેશભરમાં ખેડૂતોનો મોદી સરકાર સામે રોષ વધ્યો છે. બીજી તરફ ભાજપ શાશિત યાર્ડોનાં હોદ્ધેદારો મોદી સરકારને રજૂઆત કરીને નિકાસ પ્રતિબંધ હટાવવા રજૂઆત કરી રહ્યાં છે. જો ડુંગળીનો નિકાસ પ્રતિબંધ ન હટે તો તેની અસર આગામી લોકસભાની ચૂંટણીમાં થાય તેવો પણ ભય હોવાથી સરકાર ટૂંકમાં આ અંગે નિર્ણય લે તેવી ધારણાં છે.

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 08/12/2023, શુક્રવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 250થી રૂ. 571 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 631 સુધીના બોલાયા હતા. તેમજ ગોંડલના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 51થી રૂ. 631 સુધીના બોલાયા હતા.

જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 151થી રૂ. 701 સુધીના બોલાયા હતા. જ્યારે વિસાવદર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 154થી રૂ. 556 સુધીના બોલાયા હતા. તેમજ અમરેલીના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 400થી રૂ. 700 સુધીના બોલાયા હતા.

મોરબી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 400થી રૂ. 700 સુધીના બોલાયા હતા. જ્યારે અમદાવાદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 300થી રૂ. 700 સુધીના બોલાયા હતા. તેમજ દાહોદના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 400થી રૂ. 1000 સુધીના બોલાયા હતા. વડોદરા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 400થી રૂ. 800 સુધીના બોલાયા હતા.

આ પણ વાંચો: તુવેર અને સોયાબીનના ભાવમાં ઘટાડો અટક્યો; જાણો આજના (09/12/2023 ના) તુવેર અને સોયાબીનના બજારભાવ

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 08/12/2023, શુક્રવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 207થી રૂ. 607 સુધીના બોલાયા હતા. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 131થી રૂ. 491 સુધીના બોલાયા હતા.

લાલ ડુંગળીના બજાર ભાવ (Today 09/12/2023 Onion Apmc Rate):

તા. 08/12/2023, શુક્રવારના લાલ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 250 571
મહુવા 100 552
ગોંડલ 51 631
જેતપુર 151 701
વિસાવદર 154 556
અમરેલી 400 700
મોરબી 400 700
અમદાવાદ 300 700
દાહોદ 400 1000
વડોદરા 400 800

સફેદ ડુંગળીના બજાર ભાવ (Today 09/12/2023 Onion Apmc Rate):

તા. 08/12/2023, શુક્રવારના સફેદ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
મહુવા 207 607
ગોંડલ 131 491

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

1 thought on “ડુંગળીના ભાવમાં મણે રૂ. 200નો કડાકો; જાણો આજના (09/12/2023) ડુંગળીના બજાર ભાવ – Today 09/12/2023 Onion Apmc Rate”

Leave a Comment