ડુંગળીના ભાવમાં થયો મોટો વધારો; જાણો આજના (11/01/2024) ડુંગળીના બજાર ભાવ – Today 11/01/2024 Onion Apmc Rate
ડુંગળીની બજારમાં ભાવ મિશ્ર રહ્યા હતા. સફેદ ડુંગળીની આવકો ગોંડલ અને મહુવામાં વધી રહી હોવાથી તેનાં ભાવ થોડા ઘટ્યાં હતાં. જ્યારે લાલમાં બજારો સારા હતા. ખાસ કરીને સારી ક્વોલિટીની લાલ ડુગળી રૂ. 450ની ઉપર ક્વોટ થઈ હતી. આગામી દિવસોમાં જો સરકાર નિકાસની છૂટ આપશે તો ડુંગળીની બજારમાં મજબૂતાઈની સંભાવનાં ચાલી રહી છે.
ડુંગળીનાં વેપારીઓ કહે છે કે લાલ ડુંગળીની પુષ્કળ આવકો થઈ રહી છે અને મહુવામાં નવી આવકો ખોલ્યા બાદ કેટલી થેલીની આવક થાય છે તેનાં ઉપર છે. જો આવકો નિયંત્રણમાં રહેશે તો બજારો બહુ ઘટશે નહીં, નહીંતર બજારો નીચા આવે તેવી સંભાવનાં દેખાય રહી છે.
લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 10/01/2024, બુધવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 150થી રૂ. 341 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 111થી રૂ. 414 સુધીના બોલાયા હતા. તેમજ ભાવનગરના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 195થી રૂ. 414 સુધીના બોલાયા હતા.
જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 71થી રૂ. 366 સુધીના બોલાયા હતા. જ્યારે વિસાવદર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 121થી રૂ. 261 સુધીના બોલાયા હતા. તેમજ તળાજાના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 125થી રૂ. 400 સુધીના બોલાયા હતા. ધોરાજી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 80થી રૂ. 336 સુધીના બોલાયા હતા. જ્યારે મોરબી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 400 સુધીના બોલાયા હતા.
આ પણ વાંચો: તુવેર અને સોયાબીનના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (11/01/2024 ના) તુવેર અને સોયાબીનના બજારભાવ
સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 10/01/2024, બુધવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 332 સુધીના બોલાયા હતા. જ્યારે તળાજા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 240થી રૂ. 246 સુધીના બોલાયા હતા.
લાલ ડુંગળીના બજાર ભાવ (Today 11/01/2024 Onion Apmc Rate):
તા. 10/01/2024, બુધવારના લાલ ડુંગળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 150 | 341 |
મહુવા | 111 | 479 |
ભાવનગર | 195 | 414 |
જેતપુર | 71 | 366 |
વિસાવદર | 121 | 261 |
તળાજા | 125 | 400 |
ધોરાજી | 80 | 336 |
મોરબી | 200 | 400 |
સફેદ ડુંગળીના બજાર ભાવ (Today 11/01/2024 Onion Apmc Rate):
તા. 10/01/2024, બુધવારના સફેદ ડુંગળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 200 | 332 |
તળાજા | 240 | 246 |
1 thought on “ડુંગળીના ભાવમાં થયો મોટો વધારો; જાણો આજના (11/01/2024) ડુંગળીના બજાર ભાવ – Today 11/01/2024 Onion Apmc Rate”