ડુંગળીના ભાવમાં મણે રૂ. 200નો કડાકો; જાણો આજના (11/12/2023) ડુંગળીના બજાર ભાવ – Today 11/12/2023 Onion Apmc Rate

WhatsApp Group Join Now

ડુંગળીના ભાવમાં મણે રૂ. 200નો કડાકો; જાણો આજના (11/12/2023) ડુંગળીના બજાર ભાવ – Today 11/12/2023 Onion Apmc Rate

ડુંગળીની બજારમાં રાતોરાત મંદી આવી ગઈ હતી. કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકી દીધો હોવાથી ભાવમાં સરેરાશ મણે રૂ. 200થી વધુ ઘટી ગયાં હતાં. ડુંગળીનાં ભાવ રૂ. 50નાં કિલો વાળા ઘટીને રૂ. 35 થઈ ગયાં હતાં. આ સાથે જ ખેડુતો સરકારની વિરુધમાં આજે આંદોલન પર ઉતરશે અને રેલીઓ કાઢશે.

ડુંગળીની બજારમાં સરકારનાં ખોટા નિર્ણય સામે દેશભરમાં ખેડૂતોનો મોદી સરકાર સામે રોષ વધ્યો છે. બીજી તરફ ભાજપ શાશિત યાર્ડોનાં હોદ્ધેદારો મોદી સરકારને રજૂઆત કરીને નિકાસ પ્રતિબંધ હટાવવા રજૂઆત કરી રહ્યાં છે. જો ડુંગળીનો નિકાસ પ્રતિબંધ ન હટે તો તેની અસર આગામી લોકસભાની ચૂંટણીમાં થાય તેવો પણ ભય હોવાથી સરકાર ટૂંકમાં આ અંગે નિર્ણય લે તેવી ધારણાં છે.

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, તા. 09/12/2023, શનિવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 310થી રૂ. 610 સુધીના બોલાયા હતા. જ્યારે ભાવનગર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 180થી રૂ. 671 સુધીના બોલાયા હતા. તેમજ ગોંડલના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 71થી રૂ. 671 સુધીના બોલાયા હતા.

જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 121થી રૂ. 536 સુધીના બોલાયા હતા. જ્યારે વિસાવદર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 142થી રૂ. 376 સુધીના બોલાયા હતા. તેમજ અમરેલીના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 600 સુધીના બોલાયા હતા.

આ પણ વાંચો: તુવેર અને સોયાબીનના ભાવમાં ઘટાડો અટક્યો; જાણો આજના (11/12/2023 ના) તુવેર અને સોયાબીનના બજારભાવ

મોરબી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 400થી રૂ. 700 સુધીના બોલાયા હતા. જ્યારે અમદાવાદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 260થી રૂ. 600 સુધીના બોલાયા હતા. તેમજ દાહોદના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 600થી રૂ. 1000 સુધીના બોલાયા હતા.

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, તા. 09/12/2023, શનિવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 161થી રૂ. 531 સુધીના બોલાયા હતા.

લાલ ડુંગળીના બજાર ભાવ (Today 11/12/2023 Onion Apmc Rate):

તા. 09/12/2023, શનિવારના લાલ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 310 610
ભાવનગર 180 603
ગોંડલ 71 671
જેતપુર 121 536
વિસાવદર 142 376
અમરેલી 200 600
મોરબી 400 700
અમદાવાદ 260 600
દાહોદ 600 1000

સફેદ ડુંગળીના બજાર ભાવ (Today 11/12/2023 Onion Apmc Rate):

તા. 09/12/2023, શનિવારના સફેદ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
ગોંડલ 161 531

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

1 thought on “ડુંગળીના ભાવમાં મણે રૂ. 200નો કડાકો; જાણો આજના (11/12/2023) ડુંગળીના બજાર ભાવ – Today 11/12/2023 Onion Apmc Rate”

Leave a Comment