ડુંગળીની નિકાસને ટુંક સમયમાં મંજુરી મળશે! જાણો આજના (12/12/2023) ડુંગળીના બજાર ભાવ – Today 12/12/2023 Onion Apmc Rate
ગુજરાતમાં મોટા પ્રમાણમાં ડુંગળીનું ઉત્પાદન થાય છે. ત્યારે ડુંગળીના નિકાસનો પ્રતિબંધ હટાવવા માગ કરવામાં આવી રહી છે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી સારા ભાવોથી પ્રેરાઈને ખેડૂતોએ વાવેતર કર્યું પણ કરમની કઠણાઈ છે કે ડુંગળીની નિકાસબંધીને કારણે ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે.
ખેડૂતોની દશા કફોડી થઈ હોય ત્યારે તૈયાર ડુંગળીના ઢગલે ઢગલા ખેતર વાડીમાં પડ્યા છે. યાર્ડમાં ડુંગળીની હરાજી નિકાસબંધીને કારણે ઠપ્પ થઈ જતાં ખેડૂતો જાયે તો જાયે કહાં જેવો ઘાટ ઘડાયો છે.
ગુજરાતના માર્કેટયાર્ડમાં ડુંગળીની હરાજી બંધ થઇ છે. જેમાં ડુંગળીની નિકાસ બંધ થતા ડુંગળીની હરાજી બંધ કરવામાં આવી છે. હરાજી બંધ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડુતો અને માર્કેટિંગ યાર્ડો દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવા આવતા કૃષી મંત્રી ધનંજય મુંડે જણાવ્યું કે, ડુંગળીની નિકાસને ટુંક સમયમાં મંજુરી મળશે.
લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 11/12/2023, સોમવારના રોજ અમરેલી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 150થી રૂ. 500 સુધીના બોલાયા હતા. જ્યારે મોરબી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 300થી રૂ. 600 સુધીના બોલાયા હતા. તેમજ અમદાવાદના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 240થી રૂ. 600 સુધીના બોલાયા હતા.
દાહોદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 500થી રૂ. 900 સુધીના બોલાયા હતા. જ્યારે વડોદરા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 300થી રૂ. 700 સુધીના બોલાયા હતા.
આ પણ વાંચો: તુવેર અને સોયાબીનના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના (12/12/2023 ના) તુવેર અને સોયાબીનના બજારભાવ
સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 11/12/2023, સોમવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 451 સુધીના બોલાયા હતા.
લાલ ડુંગળીના બજાર ભાવ (Today 12/12/2023 Onion Apmc Rate):
તા. 11/12/2023, સોમવારના લાલ ડુંગળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
અમરેલી | 150 | 500 |
મોરબી | 300 | 600 |
અમદાવાદ | 240 | 600 |
દાહોદ | 500 | 900 |
સફેદ ડુંગળીના બજાર ભાવ (Today 12/12/2023 Onion Apmc Rate):
તા. 11/12/2023, સોમવારના સફેદ ડુંગળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
ગોંડલ | 100 | 451 |