ડુંગળીની આવકો બંધ થતાં ભાવમાં મોટો કડાકો; જાણો આજના (13/12/2023) ડુંગળીના બજાર ભાવ – Today 13/12/2023 Onion Apmc Rate

WhatsApp Group Join Now

ડુંગળીની આવકો બંધ થતાં ભાવમાં મોટો કડાકો; જાણો આજના (13/12/2023) ડુંગળીના બજાર ભાવ – Today 13/12/2023 Onion Apmc Rate

ગુજરાતમાં મોટા પ્રમાણમાં ડુંગળીનું ઉત્પાદન થાય છે. ત્યારે ડુંગળીના નિકાસનો પ્રતિબંધ હટાવવા માગ કરવામાં આવી રહી છે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી સારા ભાવોથી પ્રેરાઈને ખેડૂતોએ વાવેતર કર્યું પણ કરમની કઠણાઈ છે કે ડુંગળીની નિકાસબંધીને કારણે ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે.

ખેડૂતોની દશા કફોડી થઈ હોય ત્યારે તૈયાર ડુંગળીના ઢગલે ઢગલા ખેતર વાડીમાં પડ્યા છે. યાર્ડમાં ડુંગળીની હરાજી નિકાસબંધીને કારણે ઠપ્પ થઈ જતાં ખેડૂતો જાયે તો જાયે કહાં જેવો ઘાટ ઘડાયો છે.

ખાસ નોંધ: મહુવા માર્કેટયાર્ડમાં કાંદા વેચાણ માટે લાવતા ખેડુતભાઈઓ, કમીશન એજન્ટભાઈઓને જાણ કરવામાં આવે છે કે, રાજકોટ તથા ગોંડલ માર્કટ યાર્ડમાં કાંદાની આવક લેવાનું બંધ હોવાથી ખેડુતોના હિત માટે મહુવા માર્કેટ યાર્ડમાં આવક લેવાનું બંધ રાખેલ છે.

લાલ ત્થા સફેદ કાંદાની આવક ફરીવાર જાણ ન કરવામાં આવે ત્યા સુધી આવક બંધ રાખવામાં આવેલ છે. જેની ખેડુતભાઈઓ, કમીશન એજન્ટભાઈઓ, ખરીદનાર વેપારીભાઈઓએ નોંધ લેવી.

ગુજરાતના માર્કેટયાર્ડમાં ડુંગળીની હરાજી બંધ થઇ છે. જેમાં ડુંગળીની નિકાસ બંધ થતા ડુંગળીની હરાજી બંધ કરવામાં આવી છે. હરાજી બંધ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડુતો અને માર્કેટિંગ યાર્ડો દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવા આવતા કૃષી મંત્રી ધનંજય મુંડે જણાવ્યું કે, ડુંગળીની નિકાસને ટુંક સમયમાં મંજુરી મળશે.

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 12/12/2023, મંગળવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 589 સુધીના બોલાયા હતા. જ્યારે ભાવનગર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 150થી રૂ. 600 સુધીના બોલાયા હતા. તેમજ મોરબીના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 300થી રૂ. 600 સુધીના બોલાયા હતા.

અમદાવાદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 600 સુધીના બોલાયા હતા. જ્યારે દાહોદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 440થી રૂ. 900 સુધીના બોલાયા હતા.

આ પણ વાંચો: તુવેર અને સોયાબીનના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના (13/12/2023 ના) તુવેર અને સોયાબીનના બજારભાવ

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 12/12/2023, મંગળવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 227થી રૂ. 592 સુધીના બોલાયા હતા.

લાલ ડુંગળીના બજાર ભાવ (Today 13/12/2023 Onion Apmc Rate):

તા. 12/12/2023, મંગળવારના લાલ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
મહુવા 100 589
ભાવનગર 150 510
મોરબી 300 600
અમદાવાદ 200 600
દાહોદ 440 900

સફેદ ડુંગળીના બજાર ભાવ (Today 13/12/2023 Onion Apmc Rate):

તા. 12/12/2023, મંગળવારના સફેદ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
મહુવા 227 592
ગોંડલ 111 351

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

1 thought on “ડુંગળીની આવકો બંધ થતાં ભાવમાં મોટો કડાકો; જાણો આજના (13/12/2023) ડુંગળીના બજાર ભાવ – Today 13/12/2023 Onion Apmc Rate”

Leave a Comment