ડુંગળીના ભાવમાં નરમાઈનો માહોલ; જાણો આજના (14/12/2023) ડુંગળીના બજાર ભાવ – Today 14/12/2023 Onion Apmc Rate
ગુજરાતમાં મોટા પ્રમાણમાં ડુંગળીનું ઉત્પાદન થાય છે. ત્યારે ડુંગળીના નિકાસનો પ્રતિબંધ હટાવવા માગ કરવામાં આવી રહી છે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી સારા ભાવોથી પ્રેરાઈને ખેડૂતોએ વાવેતર કર્યું પણ કરમની કઠણાઈ છે કે ડુંગળીની નિકાસબંધીને કારણે ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે.
ખેડૂતોની દશા કફોડી થઈ હોય ત્યારે તૈયાર ડુંગળીના ઢગલે ઢગલા ખેતર વાડીમાં પડ્યા છે. યાર્ડમાં ડુંગળીની હરાજી નિકાસબંધીને કારણે ઠપ્પ થઈ જતાં ખેડૂતો જાયે તો જાયે કહાં જેવો ઘાટ ઘડાયો છે.
લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 13/12/2023, બુધવારના રોજ ભાવનગર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 130થી રૂ. 475 સુધીના બોલાયા હતા. જ્યારે અમરેલી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 600 સુધીના બોલાયા હતા. તેમજ મોરબીના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 300થી રૂ. 600 સુધીના બોલાયા હતા.
દાહોદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 460થી રૂ. 800 સુધીના બોલાયા હતા. જ્યારે વડોદરા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 300થી રૂ. 700 સુધીના બોલાયા હતા.
આ પણ વાંચો: તુવેર અને સોયાબીનના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના (14/12/2023 ના) તુવેર અને સોયાબીનના બજારભાવ
સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 13/12/2023, બુધવારના રોજ ભાવનગર માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 235થી રૂ. 375 સુધીના બોલાયા હતા. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 171થી રૂ. 381 સુધીના બોલાયા હતા.
લાલ ડુંગળીના બજાર ભાવ (Today 14/12/2023 Onion Apmc Rate):
તા. 13/12/2023, બુધવારના લાલ ડુંગળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
ભાવનગર | 130 | 475 |
અમરેલી | 200 | 500 |
મોરબી | 300 | 600 |
દાહોદ | 460 | 800 |
વડોદરા | 300 | 700 |
સફેદ ડુંગળીના બજાર ભાવ (Today 14/12/2023 Onion Apmc Rate):
તા. 13/12/2023, બુધવારના સફેદ ડુંગળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
ભાવનગર | 235 | 375 |
ગોંડલ | 171 | 381 |