ડુંગળીના ભાવમાં થયો મોટો કડાકો; જાણો આજના (15/12/2023) ડુંગળીના બજાર ભાવ – Today 15/12/2023 Onion Apmc Rate
ગુજરાતમાં મોટા પ્રમાણમાં ડુંગળીનું ઉત્પાદન થાય છે. ત્યારે ડુંગળીના નિકાસનો પ્રતિબંધ હટાવવા માગ કરવામાં આવી રહી છે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી સારા ભાવોથી પ્રેરાઈને ખેડૂતોએ વાવેતર કર્યું પણ કરમની કઠણાઈ છે કે ડુંગળીની નિકાસબંધીને કારણે ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે.
ખેડૂતોની દશા કફોડી થઈ હોય ત્યારે તૈયાર ડુંગળીના ઢગલે ઢગલા ખેતર વાડીમાં પડ્યા છે. યાર્ડમાં ડુંગળીની હરાજી નિકાસબંધીને કારણે ઠપ્પ થઈ જતાં ખેડૂતો જાયે તો જાયે કહાં જેવો ઘાટ ઘડાયો છે.
લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 14/12/2023, ગુરૂવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 250થી રૂ. 581 સુધીના બોલાયા હતા. જ્યારે વિસાવદર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 121થી રૂ. 500 સુધીના બોલાયા હતા. તેમજ અમરેલીના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 300થી રૂ. 500 સુધીના બોલાયા હતા.
મોરબી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 300થી રૂ. 600 સુધીના બોલાયા હતા. જ્યારે અમદાવાદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 120થી રૂ. 460 સુધીના બોલાયા હતા. તેમજ દાહોદના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 500થી રૂ. 800 સુધીના બોલાયા હતા. વડોદરા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 160થી રૂ. 500 સુધીના બોલાયા હતા.
આ પણ વાંચો: તુવેર અને સોયાબીનના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના (15/12/2023 ના) તુવેર અને સોયાબીનના બજારભાવ
સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 14/12/2023, ગુરૂવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 191થી રૂ. 451 સુધીના બોલાયા હતા.
લાલ ડુંગળીના બજાર ભાવ (Today 15/12/2023 Onion Apmc Rate):
તા. 14/12/2023, ગુરૂવારના લાલ ડુંગળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 250 | 581 |
વિસાવદર | 121 | 261 |
અમરેલી | 300 | 500 |
મોરબી | 300 | 600 |
અમદાવાદ | 120 | 460 |
દાહોદ | 500 | 800 |
વડોદરા | 160 | 500 |
સફેદ ડુંગળીના બજાર ભાવ (Today 15/12/2023 Onion Apmc Rate):
તા. 14/12/2023, ગુરૂવારના સફેદ ડુંગળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
ગોંડલ | 191 | 451 |