ડુંગળીના ભાવમાં રેકોર્ડ બ્રેક ઘટાડો; જાણો આજના (18/12/2023) ડુંગળીના બજાર ભાવ – Today 18/12/2023 Onion Apmc Rate
ખરીફ ડુંગળી નીકળવા ટાંણે જ કેન્દ્ર સરકારે નિકાસબંધી લાદીને વેપારનું કોકડું ગૂંચવી નાખ્યું છે. છેલ્લા અઢી-ત્રણ વર્ષથી એક પણ સિઝનમાં ખેડૂતને ડુંગળીનાં પોષણક્ષમ ભાવ મળ્યા નથી, એટલે ખરીફ ડુંગળી ઉગાડતાં કર્ણાટક, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાત જેવા રાજ્યોનાં ખેડૂતોએ વાવેતરમાં કાપ મુક્યો હતો.
અધુરામાં પુરૂ હોય એમ કર્ણાટક અને આંધ્રપ્રદેશે, આ વખતની ચોમાસું સિઝનમાં વરસાદની અછતનો સામનો કરવો પડ્યો છે, તેની સીધ્ધી અસર ડુંગળીનાં પાક પર થઇ છે. ગુજરાતમાં ડુગળીનાં નીચા ભાવ અને પાણી ઘટવાની સમશ્યાનાં કારણે રવી સિઝન વાવેતરની ડુંગળીમાં કૃષિ વિભાગનાં છેલ્લા આંકડા મુજબ ગત વર્ષની તુલનાએ 12 ટકા ઘટ બતાવવામાં આવી છે, જે ખરેખર તો ફિલ્ડ ઉપર વધારે દેખાય છે.
લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, તા. 16/12/2023, શનિવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 531 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 464 સુધીના બોલાયા હતા. તેમજ ભાવનગરના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 150થી રૂ. 464 સુધીના બોલાયા હતા.
ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 71થી રૂ. 471 સુધીના બોલાયા હતા. જ્યારે અમરેલી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 450 સુધીના બોલાયા હતા. તેમજ મોરબીના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 300થી રૂ. 600 સુધીના બોલાયા હતા.
આ પણ વાંચો: તુવેર અને સોયાબીનના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના (18/12/2023 ના) તુવેર અને સોયાબીનના બજારભાવ
અમદાવાદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 140થી રૂ. 440 સુધીના બોલાયા હતા. જ્યારે દાહોદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 400થી રૂ. 800 સુધીના બોલાયા હતા. તેમજ વડોદરાના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 500 સુધીના બોલાયા હતા.
સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 16/12/2023, શનિવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 177થી રૂ. 500 સુધીના બોલાયા હતા. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 161થી રૂ. 391 સુધીના બોલાયા હતા.
લાલ ડુંગળીના બજાર ભાવ (Today 18/12/2023 Onion Apmc Rate):
તા. 16/12/2023, શનિવારના લાલ ડુંગળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 200 | 531 |
મહુવા | 100 | 473 |
ભાવનગર | 150 | 464 |
ગોંડલ | 71 | 471 |
અમરેલી | 200 | 450 |
મોરબી | 300 | 600 |
અમદાવાદ | 140 | 440 |
દાહોદ | 400 | 800 |
વડોદરા | 100 | 500 |
સફેદ ડુંગળીના બજાર ભાવ (Today 18/12/2023 Onion Apmc Rate):
તા. 16/12/2023, શનિવારના સફેદ ડુંગળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 177 | 500 |
ગોંડલ | 161 | 391 |
1 thought on “ડુંગળીના ભાવમાં રેકોર્ડ બ્રેક ઘટાડો; જાણો આજના (18/12/2023) ડુંગળીના બજાર ભાવ – Today 18/12/2023 Onion Apmc Rate”