ડુંગળીના ભાવમાં જોરદાર ઉછાળો; જાણો આજના (20/02/2024) ડુંગળીના બજાર ભાવ – Today 20/02/2024 Onion Apmc Rate
ડુંગળીની નિકાસબંધી ઉઠવાથી ખેડૂતોએ બહું હરખાવા જેવું નથી. પહેલા ઓગસ્ટ મધ્ય પછી સરકારે ડુંગળીનાં ભાવ કાબુમાં લેવા માટે નિકાસ ઉપર મસમોટી 40 ટકા ડ્યુટી થોપી દીધી હતી, તોય વિશ્વનાં અન્ય દેશોમાંથી ભારતીય ડુંગળીની માંગ ઉભી જ હતી. દેશમાં ડુંગળીની માંગને લીધે પ્રતિ 20 કિલો રૂ. 500થી ઉપર થયા, ત્યાં સરકારને કીડીઓ ચડવા લાગી હતી.
ખરીફ સિઝનની ડુંગળી બજારમાં આવવા સમયે ખાનાર વર્ગનું હિત જોઇને કેન્દ્ર સરકારે એકાએક 8, ડિસેમ્બરનાં રોજ નિકાસનું સટ્ટર પાડી દીધું હતું. સરકારે 70 દિવસ પછી ખરીફ ડુંગળીનો ખેલ ખતમ થવા આવ્યો હતો, એમ જાણીને 18, ફેબ્રુઆરીનાં દિવસે માત્ર 3 લાખ મેટ્રીક ટન ડુંગળીને જ દેશ બહાર જવા દેવાની છૂટ આપી છે.
ટુંકમાં કહીએ તો મણમાં પુણી કાંતવા જેવી વાત છે. એક મોટો-સોટો હિસાબ મુકીએ તો ખરીફ સિઝનમાં પાકતી કુલ ડુંગળીનો 70 દિવસમાં 70 ટકા નીકાલ થયો હશે, પછી થોડી નિકાસ છૂટ મળવાથી 30 ટકા ખેડૂતોને ફાયદો થશે. બાકી એક વાત તો નક્કી જ છે કે ખરીફ સિઝને પાકેલ ડુંગળી મોરિયા પછી એનો વધીને 10થી 15 દિવસમાં ઉપયોગ થઇ જવો જોઇએ.
નિકાસબંધી પછી છેલ્લા 70 દિવસમાં ખેડૂતે મફતનાં ભાવે ડુંગળી વેચવી પડી, એનું શું ? એવા ભાવમાં થપડ ખાધેલ ખેડૂતને પ્રતિકિલો રૂ. 10 સહાય આપવામાં આવે તો જ ખેડૂતોનું હિત સાચવ્યું કહેવાય. ડુંગળીમાં આંશિક નિકાસબંધી ઉઠતાં 19, ફેબ્રુઆરીનાં દિવસે જામનગર, રાજકોટ, ગોંડલ અને મહુવા યાર્ડમાં ડુંગળીની બજારમાં પ્રતિ 20 કિલે રૂ. 50થી રૂ. 100 કરંટ જોવા મળ્યો હતો. આ મહિનામાં સારી ડુંગળી રૂ. 300ની અંદર હતી, એનાં ભાવ રૂ. 300થી અપ થયેલા જોવા મળ્યા છે.
લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 19/02/2024, સોમવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 130થી રૂ. 311 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 150થી રૂ. 423 સુધીના બોલાયા હતા. તેમજ ભાવનગરના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 150થી રૂ. 423 સુધીના બોલાયા હતા.
ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 81થી રૂ. 436 સુધીના બોલાયા હતા. જ્યારે જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 101થી રૂ. 316 સુધીના બોલાયા હતા. તેમજ વિસાવદરના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 80થી રૂ. 166 સુધીના બોલાયા હતા.
તળાજા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 280થી રૂ. 417 સુધીના બોલાયા હતા. જ્યારે ધોરાજી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 85થી રૂ. 261 સુધીના બોલાયા હતા. તેમજ અમરેલીના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 150થી રૂ. 200 સુધીના બોલાયા હતા.
આ પણ વાંચો: તુવેર અને સોયાબીનના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (16/02/2024 ના) તુવેર અને સોયાબીનના બજારભાવ
મોરબી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 300 સુધીના બોલાયા હતા. જ્યારે અમદાવાદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 400 સુધીના બોલાયા હતા. તેમજ દાહોદના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 120થી રૂ. 300 સુધીના બોલાયા હતા. વડોદરા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 400 સુધીના બોલાયા હતા.
સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 19/02/2024, સોમવારના રોજ ભાવનગર માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 230થી રૂ. 281 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 365 સુધીના બોલાયા હતા. તેમજ ગોંડલના માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 206થી રૂ. 286 સુધીના બોલાયા હતા.
લાલ ડુંગળીના બજાર ભાવ (Today 20/02/2024 Onion Apmc Rate):
તા. 19/02/2024, સોમવારના લાલ ડુંગળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 130 | 311 |
મહુવા | 150 | 400 |
ભાવનગર | 150 | 423 |
ગોંડલ | 81 | 436 |
જેતપુર | 101 | 316 |
વિસાવદર | 80 | 166 |
તળાજા | 280 | 417 |
ધોરાજી | 85 | 261 |
અમરેલી | 150 | 200 |
મોરબી | 100 | 300 |
અમદાવાદ | 200 | 400 |
દાહોદ | 120 | 300 |
વડોદરા | 100 | 400 |
સફેદ ડુંગળીના બજાર ભાવ (Today 20/02/2024 Onion Apmc Rate):
તા. 19/02/2024, સોમવારના સફેદ ડુંગળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
ભાવનગર | 230 | 281 |
મહુવા | 200 | 365 |
ગોંડલ | 206 | 286 |