ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; આજનો ઉંચો રૂ. 716, જાણો આજના (23/10/2023) ડુંગળીના બજાર ભાવ – Today 23/10/2023 Onion Apmc Rate

WhatsApp Group Join Now

ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; આજનો ઉંચો રૂ. 716, જાણો આજના (23/10/2023) ડુંગળીના બજાર ભાવ – Today 23/10/2023 Onion Apmc Rate

સાઉથની ડુંગળીમાં નિકાસ છૂટ હોવાથી ગુજરાત-નાશીકની ડુંગળીની બજારોમાં તાજેતરમાં સુધારો આવ્યાં બાદ હવે બજારો સ્ટેબલ થયા હતા. મહુવા અને ગોંડલ સહિતની મંડીઓમાં નવી ચોમાસું ડુંગળીની છૂટક-છૂટક આવકો થાય છે, પરતુ રેગ્યુલર આવકો દિવાળી આસપાસ જ આવે તેવી સંભાવના છે, એ પહેલા ડુંગળીની આવકો થાય તેવા સંજોગે દેખાતા નથી.

દરરોજના બજાર ભાવ જાણવા માટે અ‍મારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો.

ડુંગળીનાં વેપારીઓ કહે છેકે હાલમાં બજારો અથડાયા કરશે, પરંતુ દિવાળી સુધીમાં સારા માલમાં બજારો રૂ.૨૫થી ૫૦ વધી શકે છે. નિકાસ વેપારો સાઉથમાંથી થાય છે અને નાશીકમાંથી પણ નવી ડુંગળી આવશે એટલે નિકાસમાં પેરિટી બેસશે તેવી ધારણાં હોવાથી બજારો વધતા અટક્યાં છે.

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, તા. 21/10/2023, શનિવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 290થી રૂ. 620 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 146થી રૂ. 646 સુધીના બોલાયા હતા. તેમજ ગોંડલના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 121થી રૂ. 646 સુધીના બોલાયા હતા.

જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 101થી રૂ. 501 સુધીના બોલાયા હતા. જ્યારે અમરેલી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 600 સુધીના બોલાયા હતા. તેમજ મોરબીના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 300થી રૂ. 640 સુધીના બોલાયા હતા.

આ પણ વાંચો: નવા કપાસમાં ભાવમાં થયો મોટો ઘટાડો; જાણો આજના (તા. 23/10/2023 ના) કપાસના બજાર ભાવ

અમદાવાદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 450થી રૂ. 600 સુધીના બોલાયા હતા. જ્યારે દાહોદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 400થી રૂ. 700 સુધીના બોલાયા હતા. તેમજ વડોદરાના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 400થી રૂ. 800 સુધીના બોલાયા હતા.

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, તા. 21/10/2023, શનિવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 139થી રૂ. 716 સુધીના બોલાયા હતા.

લાલ ડુંગળીના બજાર ભાવ (Today 23/10/2023 Onion Apmc Rate):

તા. 21/10/2023, શનિવારના લાલ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 290 620
મહુવા 146 650
ગોંડલ 121 646
જેતપુર 101 501
અમરેલી 200 600
મોરબી 300 640
અમદાવાદ 450 600
દાહોદ 400 700
વડોદરા 400 800

 

સફેદ ડુંગળીના બજાર ભાવ (Today 23/10/2023 Onion Apmc Rate):

તા. 21/10/2023, શનિવારના સફેદ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
મહુવા 139 716

દરારોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment