વાવેતર ઘટતાં ધાણાના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (તા. 29/11/2023 ના) તમામ બજારમાં ધાણાના બજાર ભાવ – Today 29/11/2023 Coriander Apmc Rate

WhatsApp Group Join Now

વાવેતર ઘટતાં ધાણાના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (તા. 29/11/2023 ના) તમામ બજારમાં ધાણાના બજાર ભાવ – Today 29/11/2023 Coriander Apmc Rate

જીરૂ બાદ હવે ધાણાની બજારમાં સટ્ટોડિયા એન્ટર થયા છે અને બજારમાં ઝડપી તેજી આવી રહી છે. ધાણાના વાવેતર 60થી 70 ટકા ઘટવાની સંભાવના વચ્ચે વાયદામાં સતત તેજી આવી છે અને તાજેતરમાં નોન સ્ટોપ રૂ. 1000 પ્રતિ ક્વિન્ટલ વધી ગયા છે. ધાણામાં બજારો હજી વધે તેવી બજારમાં ચર્ચા ચાલી રહી છે.

ગોંડલનાં રજવાડી ટ્રેડિંગનાં લલીતભાઈ હિન્ડોચાએ જણાવ્યું હતુ કે સૌરાષ્ટ્રમાં જીરૂ અને મરચાનાં ભાવ ઊંચા હોવાથી ખેડૂતો એ તરફ વળ્યા છે જેને પગલે ધાણાના વાવેતર 30થી 35 ટકા માંડ થાય તેવું અત્યારે લાગી રહ્યું છે, જેને પગલે ધાણાની બજારમાં તેજીનો માહોલ છવાયો છે. આગામી દિવસોમાં વાવેતર પૂર્ણ થયા બાદ બજારનો ટ્રેન્ડ જાણવા મળશે.

ધાણાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 28/11/2023, મંગળવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં ધાણાના ભાવ રૂ. 1080થી રૂ. 1550 સુધીના બોલાયા હતા. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાના ભાવ રૂ. 1000થી રૂ. 1561 સુધીના બોલાયા હતા. તેમજ જેતપુરના માર્કેટ યાર્ડમાં ધાણાના ભાવ રૂ. 1311થી રૂ. 1561 સુધીના બોલાયા હતા.

પોરબંદર માર્કેટ યાર્ડમાં ધાણાના ભાવ રૂ. 1010થી રૂ. 1155 સુધીના બોલાયા હતા. જ્યારે વિસાવદર માર્કેટ યાર્ડમાં ધાણાના ભાવ રૂ. 1150થી રૂ. 1416 સુધીના બોલાયા હતા. તેમજ જુનાગઢના માર્કેટ યાર્ડમાં ધાણાના ભાવ રૂ. 1400થી રૂ. 1561 સુધીના બોલાયા હતા.

ધોરાજી માર્કેટ યાર્ડમાં ધાણાના ભાવ રૂ. 1346થી રૂ. 1441 સુધીના બોલાયા હતા. જ્યારે અમરેલી માર્કેટ યાર્ડમાં ધાણાના ભાવ રૂ. 975થી રૂ. 1295 સુધીના બોલાયા હતા. તેમજ જામજોધપુરના માર્કેટ યાર્ડમાં ધાણાના ભાવ રૂ. 1300થી રૂ. 1511 સુધીના બોલાયા હતા.

આ પણ વાંચો: મગફળીના ભાવમાં સ્થિરતાનો માહોલ; જાણો આજના (29/11/2023 ના) મગફળીના બજારભાવ

જસદણ માર્કેટ યાર્ડમાં ધાણાના ભાવ રૂ. 1000થી રૂ. 1450 સુધીના બોલાયા હતા. જ્યારે સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં ધાણાના ભાવ રૂ. 1320થી રૂ. 1321 સુધીના બોલાયા હતા. તેમજ ભેંસાણના માર્કેટ યાર્ડમાં ધાણાના ભાવ રૂ. 1000થી રૂ. 1440 સુધીના બોલાયા હતા. જામખંભાળિયા માર્કેટ યાર્ડમાં ધાણાના ભાવ રૂ. 1300થી રૂ. 1542 સુધીના બોલાયા હતા. જ્યારે દાહોદ માર્કેટ યાર્ડમાં ધાણાના ભાવ રૂ. 1800થી રૂ. 2500 સુધીના બોલાયા હતા.

ધાણાના બજાર ભાવ (Today 29/11/2023 Coriande Apmc Rate) :

તા. 28/11/2023, મંગળવારના ધાણાના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1080 1550
ગોંડલ 1000 1681
જેતપુર 1311 1561
પોરબંદર 1010 1155
વિસાવદર 1150 1416
જુનાગઢ 1400 1561
ધોરાજી 1346 1441
અમરેલી 975 1295
જામજોધપુર 1300 1511
જસદણ 1000 1450
સાવરકુંડલા 1320 1321
ભેંસાણ 1000 1440
જામખંભાળિયા 1300 1542
દાહોદ 1800 2500

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

2 thoughts on “વાવેતર ઘટતાં ધાણાના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (તા. 29/11/2023 ના) તમામ બજારમાં ધાણાના બજાર ભાવ – Today 29/11/2023 Coriander Apmc Rate”

Leave a Comment