ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; આજનો ઉંચો રૂ. 1000, જાણો આજના (31/10/2023) ડુંગળીના બજાર ભાવ – Today 31/10/2023 Onion Apmc Rate

WhatsApp Group Join Now

ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; આજનો ઉંચો રૂ. 1000, જાણો આજના (31/10/2023) ડુંગળીના બજાર ભાવ – Today 31/10/2023 Onion Apmc Rate

સમગ્ર દેશમાં ડુંગળીની સરેરાશ વેચાણ કિંમત 57 ટકા વધારા સાથે 47 રૂપિયા કિલો થઇ ગઇ છે. જે બાદ કેન્દ્ર સરકાર એક્શનમાં આવી ગઇ છે. કેન્દ્ર સરકારે શુક્રવારે છૂટક બજારોમાં 25 રૂપિયે કિલોગ્રામના રાહત દરે બફર સ્ટોકમાંથી ડુંગળીનું વેચાણ વધારવાનો નિર્ણય કર્યો છે.

ગ્રાહકને લગતી બાબતોના મંત્રાલય દ્વારા પ્રસિદ્ધ આંકડાઓ અનુસાર ડુંગળીની અખિલ ભારતીય છૂટક કિંમત શુક્રવારે વધીને 47 રૂપિયા પ્રતિ કિલોગ્રામની આસપાસ પહોંચી ગઇ હતી જે એક વર્ષ પહેલા સમાન ગાળામાં 30 રૂપિયા હતી. ગ્રાહક બાબતોના સચિવ રોહિતકુમાર સિંહે કહ્યું હતું કે અમે ઓગસ્ટથી જ બફર સ્ટોકમાંથી ડુંગળી આપી રહ્યા છીએ અને કિંમતોમાં રોકવા છૂટક વેચાણમાં વધારો કરી રહ્યા છીએ.

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 30/10/2023, સોમવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 350થી રૂ. 911 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 151થી રૂ. 976 સુધીના બોલાયા હતા. તેમજ ગોંડલના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 206થી રૂ. 976 સુધીના બોલાયા હતા.

દરરોજના બજાર ભાવ જાણવા માટે અ‍મારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો.

જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 251થી રૂ. 881 સુધીના બોલાયા હતા. જ્યારે વિસાવદર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 205થી રૂ. 381 સુધીના બોલાયા હતા. તેમજ અમરેલીના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 300થી રૂ. 1000 સુધીના બોલાયા હતા.

મોરબી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 400થી રૂ. 950 સુધીના બોલાયા હતા. જ્યારે અમદાવાદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 600થી રૂ. 1000 સુધીના બોલાયા હતા. તેમજ દાહોદના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 600થી રૂ. 1200 સુધીના બોલાયા હતા.

આ પણ વાંચો: નવા કપાસમાં ભાવમાં થયો વધુ સુધારો; જાણો આજના (તા. 31/10/2023 ના) કપાસના બજાર ભાવ

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 30/10/2023, સોમવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 214થી રૂ. 915 સુધીના બોલાયા હતા.

લાલ ડુંગળીના બજાર ભાવ (Today 31/10/2023 Onion Apmc Rate):

તા. 30/10/2023, સોમવારના લાલ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 350 911
મહુવા 151 931
ગોંડલ 206 976
જેતપુર 251 881
વિસાવદર 205 381
અમરેલી 300 1000
મોરબી 400 950
અમદાવાદ 600 1000
દાહોદ 600 1200

 

સફેદ ડુંગળીના બજાર ભાવ (Today 31/10/2023 Onion Apmc Rate):

તા. 30/10/2023, સોમવારના સફેદ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
મહુવા 214 915

દરારોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment