આજે ગુજરાતના આ વિસ્તારમાં છુટા છવાયા વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં?

WhatsApp Group Join Now

Today Gujarat Forecast: ​​ગુજરાતમાં 22 જૂનથી 31 જૂન સુધીમાં બાકી રહેલા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદની શક્યતા છે. ગુજરાતમાં ગઈ કાલે દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાં / રેડાંનું પ્રમાણ વધ્યું હતું. અમુક વિસ્તારોમાં સારો વરસાદ પણ જોવા મળ્યો હતો. તેમજ ગઈ કાલે ધીમે ધીમે કડાકા ભડાકા ઓછા થયા હતા.

આજે પણ રાજ્યમાં અમુક વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે. હવે રાજ્યમાં કડાકા ભડાકાનું પ્રમાણ ઓછું અને છૂટા છવાયા વરસાદી ઝાપટા રેડાંનું પ્રમાણ વધતું જશે.

આજે દક્ષિણ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને દરિયા કાંઠે એટલે કે ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લાના દરિયા કાંઠા અને ત્યાંથી થોડા અંદરના વિસ્તારોમાં રેડા ઝાપટાનું પ્રમાણ વધુ રહેશે.

આ સિવાય દ્વારકા, પોરબંદર અને રાજકોટ જિલ્લામાં પણ અમુક વિસ્તારોમાં ઝાપટાં / રેડાંની શક્તયા રહેશે. તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ આજે રેડાં ઝાપટાં ચાલુ રહેશે. આ સિવાય વલસાડ અને નવસારી જિલ્લામાં સારા વરસાદી રેડાં ઝાપટાની સંભાવના રહેશે.

Today Gujarat Forecast: ​​એ સિવાય દક્ષિણ ગુજરાતના સુરત અને ભરૂચ તથા નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં પણ છુટા છવાયાં ઝાપટાં આવી શકે છે. રાજ્યના બાકીના વિસ્તારોમાં એકલ દોકલ વિસ્તારમાં છૂટા છવાયા ઝાપટા ચાલુ થઈ જશે.

તો બીજી બાજુ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં તરડઘિયા હવામાન કેન્દ્ર દ્વારા અમરેલી જિલ્લામાં આજે 21 મીમી વરસાદ પડવાની શક્યતા છે. તેમજ પવનની ઝડપ પ્રતિ કલાકે 22 કિમીની રહેશે. અમરેલી જિલ્લામાં આજથી 23 જૂન દરમિયાન સુકુ ગરમ અને વાદળછાયુ હવામાન લેવાની શક્યતાઓ છે.

આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….

તરડઘિયા હવામાન કેન્દ્ર દ્વારા જામનગર જિલ્લામાં આજથી 23 જૂન દરમિયાન ગરમ અને મધ્ય વાદળછાયુ હવામાન રહેવાની શક્યતા છે. તેમજ છૂટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદ અથવા ઝાપટા પડવાની શક્યતા છે.

ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment