ગુજરાતમાં જે ભારે વરસાદનો રાઉન્ડ આવવાનો છે. તેના બીજ આજે મધ્ય બંગાળની ખાડીમાં રોપાઈ જશે. આજે 6 સપ્ટેમ્બરે બંગાળની ખાડીમાં UAC બનશે. આ સર્ક્યુલેશન બન્યા બાદ સાતમી સપ્ટેમ્બરે આ સર્ક્યુલેશન મજબૂત થઇને લો પ્રેશરમાં ફેરવાશે.
આઠમી સપ્ટેમ્બરે આ સિસ્ટમ ઓરિસ્સાના દરિયા કાંઠા ઉપર આવી જશે. ત્યારબાદ 9મી સપ્ટેમ્બરે ઉત્તર તેલંગામાં આ સિસ્ટમ એન્ટર થશે. આ સમયગાળા દરમિયાન મુંબઈની આજુબાજુ અરબસાગરમાં પણ એક અપર લેવલે સર્ક્યુલેશન છવાશે.
બંગાળની સિસ્ટમ જ્યારે મહારાષ્ટ્ર ઉપર આવશે ત્યારે અરબસાગરનું સર્ક્યુલેશન બંગાળની ખાડીના લો પ્રેસરમાં ભળી જશે. જેના લીધે ગુજરાત ઉપર ભારે વરસાદનો ખતરો જોવા મળી રહ્યો છે.
અરેબિયન કન્ટ્રી સાઈડના અન ફેવરેટેબલ હવામાનના પરિબળોને કારણે સિસ્ટમ પશ્ચિમમાં વધુ જાય એવું લાગી રહ્યું નથી. એટલે જ ગુજરાતની આજુબાજુ આ સિસ્ટમ ઘણા દિવસ ધુમિયા કરશે. વરસાદનો આ રાઉન્ડ લાંબો ચાલે એવું હવામાનના મોડલોમાં જણાઈ રહ્યું છે.
બીજી બાજુ જાણીતા હવામાન શાસ્ત્રી આગાહી મુજબ, ગુજરાતના માથે ત્રિપલ વાવાઝોડાનું સંકટ મંડરાઇ રહ્યું છે. અંબાલાલ પટેલની આ આગાહી સાચી પડશે તો રાજ્યમાં ચક્રવાતની આફત પણ આવશે. આ આફત બંગાળની ખાડીમાંથી આવશે. હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી અનુસાર, 6થી 8માં બંગાળની ખાડીમાં વાવાઝોડું બનશે. 12થી 17 સપ્ટેમ્બરમાં બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે. 27થી 5 ઓક્ટોબર દરમિયાન નાના-નાના ચક્રવાતો બનશે.
અંબાલાલની આગાહી પ્રમાણે બગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે. જેની સીધી અસર ગુજરાતના અમુક ભાગોમાં થવાની શક્યતા છે. આ વાવાઝોડું ગમે ત્યારે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી શકે છે. બંગાળની ખાડીમાં આવા એક બે નહીં પરતું ત્રણ ત્રણ વખત લો પ્રેશર સર્જાશે. અંબાલાલના મતે સમુદ્ર પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી શકે છે.
ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.