વરસાદની સાપ્તાહિક આગાહી; વરાપ રહેશે કે નવી સિસ્ટમથી થશે વરસાદ?

WhatsApp Group Join Now

વરસાદનો મોટો રાઉન્ડ પૂરો થયા પછી પણ અઠવાડિયાથી છુટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટા કે પૂર્વ તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો જે ઘણાખરા વિસ્તારોમાં અતિરેક થય રહ્યો છે છે. જયારે હાલ અરબી સમુદ્રમાંથી આવતા લો લેવલના ભેજવાળા પવનોના લીધે છુટા છવાયા વિસ્તારમાં ઝાપટા કે મધ્યમ વરસાદ વરસી રહ્યો છે.

તેમજ આગાહી સમયમાં જોઇયે તો લો લેવલના ભેજવાળા પવનોના લીધે આગાહી સમયના શરૂઆતના દિવસોમાં સમગ્ર રાજ્યમાં હળવા ભારે ઝાપટાં અને કોઈ કોઈ જગ્યાએ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે. જેમાં વધુ શક્યતા દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગું જીલ્લામાં છે. જયારે આગાહીના અંતિમ દિવસોમાં વરાપ જેવો માહોલ રહેશે. એકંદરે આગાહીના અંતિમ દિવસોથી ઝાપટા કે વરસાદનો વિસ્તાર ઘટતો જોવા મળશે.

આગાહીના સમયગાળા દરમિયાન પવન વધુ સમય જોવા મળશે જેમાં ખાસ કરીને કચ્છ અને તેને લાગુ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પવનો નુ વધુ જોર રહેશે.

હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. જેમાં રાજ્યમાં હાલ કોઈ સિસ્ટમ એક્ટિવ નહી. તથા રાજ્યના કેટલાક ભાગમાં વરસાદી માહોલ રહી શકે છે. 24 કલાક દરમ્યાન હળવાથી મધ્યમ વરસાદ રહેશે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની સંભાવના છે.

જુનાગઢ, દીવ અને કચ્છમાં વરસાદની આગાહી છે. જેમાં અમદાવાદમાં આજે સામાન્ય વરસાદ રહી શકે છે. 7 દિવસ રાજયમાં ભારે વરસાદની કોઈ સંભાવના નહી. તથા 5 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. ભારે પવન સાથે દરિયામાં કરંટ રહી શકે છે. રાજ્યના હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યના હવામાનને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું કે આગામી પાંચ દિવસ હળવોથી મધ્યમ વરસાદ રહેશે. આગામી ત્રણ-ચાર દિવસ બાદ વરસાદનું જોર ઘટશે.

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું કે, રાજ્યમાં વરસાદની સિસ્ટમ સક્રિય ન હોવાને લીધે વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગે કહ્યું કે, રાજ્યમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં અત્યાર સુધી 85 ટકાથી વધુ વરસાદ થયો છે. તો હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી છે.

WhatsApp Group Join Now

Leave a Comment