અંબાલાલ પટેલની વધુ એક આગાહી; ગુજરાતમાં ભારે વરસાદ સાથે થશે મેઘરાજાનું આગમન

WhatsApp Group Join Now

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 128 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા મહિસાગર જિલ્લાના લુણાવાડામાં 2.5 વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લાના દાંતામાં પોણા બે ઈંચ વરસાદ તેમજ અમીરગઢમાં 1.5 ઈંચ વરસાદ અને આણંદના આંકલાવ, સાબરકાંઠાના પોશીના, મહિસાગરના સંતરામપુરમાં સવા ઇંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યના કેટલાક વિસ્તારોમાં હજી પણ વરસાદી માહોલ છવાયો છે તો કેટલાક વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ જાણિતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે જે મુજબ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 2થી 5 ઓગસ્ટ સુધી વરસાદ રહેશે.

જાણિતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદને લઈ મહત્વપુર્ણ આગાહી કરી છે. તેમાં તેમણે જણાવ્યું કે, 2-3 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં ટર્ફ સર્જાશે જેને લઈ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં થઈને ગુજરાતમાં વરસાદનું જોર રહેશે. તેમણે વધુમાં જણાવ્યું કે, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે વરસાદ રહેશે જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 2થી 5 ઓગસ્ટ દરમિયાન વરસાદ પડશે.

અંબાલાલ પટેલે તેની આગાહીમાં વધુ જણાવ્યું કે, 8થી 9 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તેમજ પવનની વધુ ગતિથી કચ્છમાં બાગાયતી પાકોને નુકસાનની શક્યતા છે. આ સિવાય ઓગષ્ટમાં દેશના પૂર્વીય રાજ્યોમાં પણ વરસાદ થશે.

હવામાન વિભાગે ત્રણ દિવસ રાજ્યના કેટલાક જિલ્લામાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આજે બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદના કારણે યલો એલર્ટ જાહેર કર્યુ છે.

હવામાન વિભાગની 2 ઓગસ્ટની આગાહીમાં વરસાદના વિસ્તારોમાં થોડો વધારો થતાં પાટણ, મહેસાણા, સાબરકાંઠા, મહિસાગર, દાહોદ અને બનાસકાંઠા જિલ્લામાં સામન્યથી ભારે વરસાદની આગાહી કરી છે.

આગામી 3ઓગસ્ટે આણંદ, વડોદરા, અરવલ્લી, મહિસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં આ વર્ષે સીઝનનો કુલ વરસાદ 78 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે અને મોટા ભાગના જળાશયો છલકાયા છે ત્યારે હવામાન વિભાગે કરી એકવાર વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે.

WhatsApp Group Join Now

Leave a Comment