શું હવે હળવા ઝાપટાં પણ બંધ થઈ જશે? ખેડુતોએ હવે શું કરવું?

WhatsApp Group Join Now

ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હાલ જે હળવા વરસાદનો માહોલ છે તેમાં પણ ઘટાડો થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગે ગુજરાત રિજન (સૌરાષ્ટ્ર સિવાય)ના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.

હવામાન વિભાગે આગામી સમયમાં હળવા વરસાદનો પણ અંત આવવાની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ ન હોવાના કારણે ભારે વરસાદની કોઈ સંભાવનાઓ નથી. અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં હળવો છૂટોછવાયો વરસાદ રહી શકે છે. તેમણે 15મી તારીખથી વરસાદમાં ઘટાડો થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી હતી.

જુલાઈમાં જે પ્રમાણેનું વરસાદનું જોર રહ્યું હતું તેવું જોર ઓગસ્ટમાં જોવા મળ્યું નથી. વરસાદના ત્રણ રાઉન્ડ પછી ચોથો રાઉન્ડમાં પણ ધમાકેદાર રહેવાની શક્યતાઓ હતી પરંતુ બંગાળની ખાડી પરથી આવેલી સિસ્ટમ ઉત્તર-પશ્ચિમ તરફ ગતિ કરી હતી.

હવામાન વિભાગે પાંચ દિવસની આગાહીમાં 13 ઓગસ્ટ માટે રાજ્યની ઉત્તર ભાગની દરિયાઈ પટ્ટીના માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. આ દરમિયાન દરિયામાં પવનની ગતિ 45-55 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે.

વરસાદનું જોર ઘટ્યું છે ત્યારે ખેડૂતો મુઝવણમાં મુકાયા છે, તેમને એવો ડર સતાવી રહ્યો છે કે તેમણે પિયત કરવું જોઈએ કે નહીં. કારણ કે તેમને એવી ચિંતા છે કે પિયત કર્યા બાદ જો વરસાદ થાય તો તેમના પાકને નુકસાન થઈ શકે છે.

ખાસ નોંધ :- વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment