ડુંગળીના ભાવમાં થયો મોટો કડાકો; મોટો ઘટાડો, જાણો આજના (03/11/2023) ડુંગળીના બજાર ભાવ – Today 03/11/2023 Onion Apmc Rate

WhatsApp Group Join Now

ડુંગળીના ભાવમાં થયો મોટો કડાકો; મોટો ઘટાડો, જાણો આજના (03/11/2023) ડુંગળીના બજાર ભાવ – Today 03/11/2023 Onion Apmc Rate

આ વખતની રવી સિઝને ડુંગળી વાવેતરમાં ખેડૂતોનું મન નીચા ભાવને કારણે ઉચક તો થઇ ગયું હતું, પણ છેલ્લા દશેક દિવસથી ડુંગળીની ઉંચી બજારે ફરી ડુંગળી વાવેતરનું મન જાગ્રૃત કર્યું છે.

હંમેશા ભાવથી કંટાળેલા ખેડૂતો કાયમ ને કાયમ ડુંગળી વાવેતરમાં કાપ મુકતાં હોય છે, પણ બજારમાં એકાદ તેજીનો તણખો લાગે એટલે ફરી માનસ પલ્ટી જતું હોય છે. પરંતુ ડુંગળી વાવેતરમાં પાણીનો અભાવ બાધારૂપ રહેશે, એ પાક્કી વાત છે. ખરીફ સિઝનનાં બે મહત્વનાં પાક કપાસ અને મગફળી સાચવવામાં તળપાણી ઉલેચાઇ ગયા છે, ત્યારે સ્યોર પાણી ધરાવતાં ખેડૂતો શિયાળું ડુંગળી વાવેતરનાં ગણિત માંડવા લાગ્યા છે.

ડુંગળીમાં એક તરફ સરકાર દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યાં છે અને બીજી તરફ નવી ડુંગળીની આવકો પણ વધી રહી હોવાથી ડુંગળીનાં ભાવમાં આજે વધુ રૂ. 50 નીકળી ગયા હતા. વધ્યા ભાવથી મણે રૂ. 200 નીકળી ગયા છે અને હજી થોડો ઘટાડો આવે તેવી સંભાવનાં છે. ડુંગળીમાં બજારો ફરી વધે તેવી સંભાવનાં પણ વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 02/11/2023, ગુરૂવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 300થી રૂ. 831 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 191થી રૂ. 612 સુધીના બોલાયા હતા. તેમજ ભાવનગરના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 116થી રૂ. 612 સુધીના બોલાયા હતા.

ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 101થી રૂ. 761 સુધીના બોલાયા હતા. જ્યારે જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 250થી રૂ. 751 સુધીના બોલાયા હતા. તેમજ અમરેલીના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 700 સુધીના બોલાયા હતા.

મોરબી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 300થી રૂ. 700 સુધીના બોલાયા હતા. જ્યારે અમદાવાદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 600થી રૂ. 900 સુધીના બોલાયા હતા. તેમજ દાહોદના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 800થી રૂ. 1160 સુધીના બોલાયા હતા. વડોદરા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 500થી રૂ. 1200 સુધીના બોલાયા હતા.

આ પણ વાંચો: તુવેર અને સોયાબીનના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (03/11/2023 ના) તુવેર અને સોયાબીનના બજારભાવ

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 02/11/2023, ગુરૂવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 220થી રૂ. 957 સુધીના બોલાયા હતા.

લાલ ડુંગળીના બજાર ભાવ (Today 03/11/2023 Onion Apmc Rate):

તા. 02/11/2023, ગુરૂવારના લાલ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 300 831
મહુવા 191 835
ભાવનગર 116 612
ગોંડલ 101 761
જેતપુર 250 751
અમરેલી 200 700
મોરબી 300 700
અમદાવાદ 600 900
દાહોદ 800 1160
વડોદરા 500 1200

 

સફેદ ડુંગળીના બજાર ભાવ (Today 03/11/2023 Onion Apmc Rate):

તા. 02/11/2023, ગુરૂવારના સફેદ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
મહુવા 220 957

દરારોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

4 thoughts on “ડુંગળીના ભાવમાં થયો મોટો કડાકો; મોટો ઘટાડો, જાણો આજના (03/11/2023) ડુંગળીના બજાર ભાવ – Today 03/11/2023 Onion Apmc Rate”

  1. આ જે ભાવ તમે આપો છો એ કેટલા કિલો
    ના ભાવ છે માફ કરશો મારી સમજ ની બહાર
    છે એટલે પૂછું છું જવાબ આપવા વિનંતી

    Reply

Leave a Comment