મિત્રો હાલ ગરમીનો પારો ઊંચો ચડી ગયો છે. તો કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ કક્ષાનો વરસાદ નોંધાયો છે. વધતી ગરમીના કારણે રાજ્યનાં અનેક વિસ્તારોમાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ભાદરવાના આ તડકામાં એસી, પંખા અને કૂલરનો સહારો લેવો પડી રહ્યો છે.
ગુજરાતના માથે ત્રિપલ વાવાઝોડાનું સંકટ મંડરાઇ રહ્યું છે. અંબાલાલ પટેલની આ આગાહી સાચી પડશે તો રાજ્યમાં ચક્રવાતની આફત પણ આવશે. આ આફત બંગાળની ખાડીમાંથી આવશે. હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી અનુસાર, 6થી 8માં બંગાળની ખાડીમાં વાવાઝોડું બનશે. 12થી 17 સપ્ટેમ્બરમાં બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે. 27થી 5 ઓક્ટોબર દરમિયાન નાના-નાના ચક્રવાતો બનશે.
અંબાલાલની આગાહી પ્રમાણે બગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે. જેની સીધી અસર ગુજરાતાના અમુક ભાગોમાં થવાની શક્યતા છે. આ વાવાઝોડું ગમે ત્યારે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી શકે છે. બંગાળની ખાડીમાં આવા એક બે નહીં પરતું ત્રણ ત્રણ વખત લો પ્રેશર સર્જાશે. અંબાલાલના મતે સમુદ્ર પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી શકે છે.
બીજી બાજુ હવામાન વિભાગે પણ આજથી રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. જેમાં દરિયાઈ કાંઠાના વિસ્તારમાં સામાન્ય વરસાદ રહેશે. તેમજ 11 સપ્ટેમ્બરથી સાર્વત્રિક વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે. બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને 3 દિવસ રાજયના કેટલાક ભાગોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.
તમને જણાવી દઈએ કે, 2021માં ઓગસ્ટ માસમાં માત્ર 55% વરસાદ થયો હતો. આ વર્ષે 100% વરસાદ પૂર્ણ થયો છે. હજુ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પણ વરસાદની આગાહી છે. બીજી બાજુ, રાજ્યના 207 ડેમોમાં 84% જળસંગ્રહ થયો છે. ગુજરાતમાં 64 ડેમ ઓવરફ્લો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના 34, કચ્છના 13, દક્ષિણ ગુજરાતના 8, મધ્ય ગુજરાતના 6 અને ઉત્તર ગુજરાતના 3 ડેમ 100% ભરાયા છે.
ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.