ડુંગળીના ભાવમાં રેકોર્ડ બ્રેક ઘટાડો; જાણો આજના (06/01/2024) ડુંગળીના બજાર ભાવ – Today 06/01/2024 Onion Apmc Rate
મહુવા સહિતનાં તમામ સેન્ટરમાં નવી ડુંગળીની આવકો વધી હોવાથી ભાવમાં મણે રૂ. 50થી 100નો ઘટાડો છેલ્લા બે દિવસમાં થઈ ગયો છે. મહુવા યાર્ડે આવકો મર્યાદીત કરવા માટે પગલાઓ લીધા છે, પંરતુ બજારમાં સરેરાશ નરમ ટોન દેખાય રહ્યો છે. ડુંગળીનાં વેપારીઓ કહે છે કે બજારમાં જેટલી આવક છે તેની સામે ડિમાન્ડ ઓછી છે.
જો ખેડૂતો ઓછી-ઓછી ડુંગળી બજારમાં લાવશે તો બજારમાં મોટો ઘટાડો અટકી શકશે, નહીંતર બજારો હજી પણ રૂ. 50થી 100 તુટી જાય તેવી ધારણાં છે. આગામી દિવસોમાં ડુંગળીની બજારમાં વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર જ બજારનો આધાર રહેલો છે.
સરકાર દ્વારા નિકાસ અંગે આગામી સપ્તાહે કોઈ નિર્ણય આવી શકે છે, જો સરકાર સરકારી એજન્સીઓ મારફતે પણ નિકાસ છૂટ આપશે તો બજારમાં સેન્ટીમેન્ટલી બદલાવ આવશે અને બજારો થોડા સુધરી શકે છે.
લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 05/01/2024, શુક્રવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 125થી રૂ. 325 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 406 સુધીના બોલાયા હતા. તેમજ ભાવનગરના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 150થી રૂ. 406 સુધીના બોલાયા હતા.
ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 71થી રૂ. 371 સુધીના બોલાયા હતા. જ્યારે જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 71થી રૂ. 347 સુધીના બોલાયા હતા. તેમજ વિસાવદરના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 124થી રૂ. 286 સુધીના બોલાયા હતા.
તળાજા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 110થી રૂ. 351 સુધીના બોલાયા હતા. જ્યારે ધોરાજી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 70થી રૂ. 331 સુધીના બોલાયા હતા. તેમજ અમરેલીના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 400 સુધીના બોલાયા હતા.
મોરબી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 400 સુધીના બોલાયા હતા. જ્યારે અમદાવાદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 400 સુધીના બોલાયા હતા. તેમજ દાહોદના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 500 સુધીના બોલાયા હતા.
આ પણ વાંચો: તુવેર અને સોયાબીનના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (06/01/2024 ના) તુવેર અને સોયાબીનના બજારભાવ
સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 05/01/2024, શુક્રવારના રોજ ભાવનગર માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 150થી રૂ. 300 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 364 સુધીના બોલાયા હતા. તેમજ ગોંડલના માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 181થી રૂ. 331 સુધીના બોલાયા હતા.
લાલ ડુંગળીના બજાર ભાવ (Today 06/01/2024 Onion Apmc Rate):
તા. 05/01/2024, શુક્રવારના લાલ ડુંગળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 125 | 325 |
મહુવા | 100 | 387 |
ભાવનગર | 150 | 406 |
ગોંડલ | 71 | 371 |
જેતપુર | 71 | 347 |
વિસાવદર | 124 | 286 |
તળાજા | 110 | 351 |
ધોરાજી | 70 | 331 |
અમરેલી | 200 | 400 |
મોરબી | 200 | 400 |
અમદાવાદ | 200 | 400 |
દાહોદ | 200 | 500 |
સફેદ ડુંગળીના બજાર ભાવ (Today 06/01/2024 Onion Apmc Rate):
તા. 05/01/2024, શુક્રવારના સફેદ ડુંગળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
ભાવનગર | 150 | 300 |
મહુવા | 200 | 364 |
ગોંડલ | 181 | 331 |
1 thought on “ડુંગળીના ભાવમાં રેકોર્ડ બ્રેક ઘટાડો; જાણો આજના (06/01/2024) ડુંગળીના બજાર ભાવ – Today 06/01/2024 Onion Apmc Rate”