Weather Forecast Gujarat: હવામાન વિભાગે કેરળમાં 31 મે એ ચોમાસુ બેસવાનું અનુમાન રજૂ કર્યું છે પરંતુ કેરળમાં 30 મે ના રોજ આગમન થઈ ગયુ છે જે તેના નિયત સમય કરતાં બે દિવસ વહેલુ આગમન ગણાય.
સાથે સાથે જ રેમલ વાવાઝોડુ પૂર્વ ભારતમાં જવાને લીધે ત્યાં પણ સમય કરતાં 5થી 7 દિવસ વહેલુ જ ચોમાસાનું આગમન થઈ ગયું છે અને હજુ પણ ટૂંક સમયમાં ચોમાસુ કર્ણાટક અને તમિલનાડુમાં આગળ વધવા માટે પરિબળો અનુકૂળ છે.
Weather Forecast Gujarat: હવે આગાહીના દિવસોમા તાપમાનની વાત કરવામાં આવે તો અંદરના વિસ્તારમાં 40થી 43 ડિગ્રી સુધી તો દરિયાકાંઠે 32થી 36 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે એટલે ગરમીમાં આંશિક રાહત તો રહેશે પરંતુ બફારો જોવા મળશે.
હવે પવનની ગતિની વાત કરવામાં આવે તો, પવનની ગતિ આગાહીના દિવસોમાં આંશિક ઘટાડા સાથે 20થી 30 કિમીના પવનો જોવા મળશે તો અમુક દિવસે બપોરબાદ 30થી 40 કિમી સુધી જઈ શકે.
વાદળોની વાત કરવામાં આવે તો આગાહીમાં જણાવેલ મુજબ લો લેવલના ઘારીયા વાદળોની આવનજાવન ચાલુ છે જે આગાહીના આગામી દિવસોમાં પણ જોવા મળશે. અમુક સીમિત વિસ્તારમાં ઘારીયા વાદળો મજબૂત બની હળવા છાંટા કે હળવું ઝાપટું પણ પડી શકે છે.
આગાહીના દિવસોમાં પ્રીમોન્સૂન વરસાદની વાત કરવામાં આવે તો આગાહીના દિવસોમાં ખાસ કોઈ મોટો પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની સંભાવના નથી. માત્ર સીમિત વિસ્તારમાં ક્યાંક હળવા મધ્યક ઝાપટા પડી શકે છે.
આગાહીના પાછળના દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં બોર્ડર જિલ્લામાં થોડી પ્રીમોન્સૂન એક્ટિવિટીની શકયતા ગણી શકાય. બાકીના વિસ્તારમાં હજુ આગાહીના દિવસોમાં ખાસ કોઈ સારા મોટા વાવણી લાયક વરસાદની શકયતા નથી.
ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.