ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થવા લાગી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અલગ અલગ જિલ્લામાં વરસાદ વરસ્યો છે. ગુજરાતના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે અને ઠેર ઠેર વરસાદી ઝાપટાં શરૂ થઈ ગયા છે.
કેટલાક જિલ્લામાં સારો વરસાદ થયો છે અને કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગ આગાહીની સાથોસાથ ગુજરાતના અનુભવી અને જાણીતા મગન કાકાએ વરસાદને લઈને વધુ એક આગાહી કરી છે.
મગન કાકાએ નૈઋત્યનું ચોમાસુ આગળ વધી રહ્યું છે તેવી આગાહી કરી છે, જેને કારણે ગુજરાતના તમામ જિલ્લામાં ધોધમાર વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. તેમણે આગાહી કરતાં જણાવ્યું છે કે, આગામી 15થી 20 જૂન સુધીમાં ગુજરાતના દરેક જિલ્લામાં વરસાદ થવાના એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે.
ખાસ કરીને 15થી 17 જૂન દરમિયાન સૌરાષ્ટ્રમાં જામનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
આ સાથે 16થી 18 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, તાપી, નવસારી અને ડાંગમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
મગન કાકાની આગાહી મુજબ, ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં 17 જૂન પછી તબાહી મચાવી દે તેવો વરસાદ થવાના એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે.
રાજ્યમાં 24 કલાકની અંદર ગુજરાતના 90 તાલુકામાં વરસાદ થયો છે, એવામાં 20 જૂનના રોજ રાજ્યભરમાં વરસાદ થાય તેવી આગાહી મગનકાકા દ્વારા કરવામાં આવી છે.
મગન કાકાની આગાહી અનુસાર રાજ્યમાં સારા વરસાદને લઈને મહત્વના એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે. આ વર્ષે ગુજરાતમાં ચોમાસુ સારુ રહેશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગને અનુસરવું.