અશોકભાઈ પટેલ અને હવામાન વિભાગની ધોધમાર વરસાદની મોટી આગાહી

WhatsApp Group Join Now

હવામાન વિભાગ દ્વારા કેટલાક વિસ્તારોમાં સત્તાવાર રીતે ચોમાસુ બેસવાની જાહેરાત કરવામાં આવી હતી. ચોમાસુ સતત આગળ વધી રહ્યું છે અને ગુજરાતમાં નિર્ધારિત સમય કરતાં બે દિવસ પહેલા ચોમાસુ બેસી ગયું છે. દક્ષિણ ગુજરાતમાં સુરત સુધી અને સૌરાષ્ટ્રમાં મહુવા તાલુકાના વિસ્તારો તેમજ ચોરવાડ, વેરાવળ સુધી ચોમાસુ બેસી ગયું છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ગુજરાતમાં ચોમાસું આગમન થતા જ જાણિતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે ચોમાસાને લઈને આગાહી કરતા જણાવ્યું કે, ચોમાસું હવે દક્ષિણ ગુજરાતના સુરત સુધી અને સૌરાષ્ટ્રના માંગરોળ સુધી અને ચોરવાડના દરિયાકાંઠા સુધી પહોંચીચૂકયું છે. હજુ બે દિવસ સુધી ચોમાસુ આગળ વધશે અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોને કવર કરી લેશે.

વરસાદને લઈને અશોકભાઈ પટેલની આગાહી કરતા જણાવ્યું કે, હાલ સમગ્ર રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરુપે ગાજવીજનો માહોલ શરૂ થઈ ગયો છે. અશોકભાઈ પટેલના જણાવ્યા અનુસાર, હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ શરૂ થઈ ગયો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસમાં સુરત, વડોદરા, આણંદ, તાપી, અમદાવાદ, ભરૂચ, રાજકોટ, ભાવનગર, ડાંગ અને પોરબંદરમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. જાણીતા આગાહીકારો અને હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં આગામી બે દિવસમાં સંપૂર્ણ વિસ્તારમાં ચોમાસું બેસી શકે તેવી શક્યતાઓ છે.

ગુજરાત રાજ્યમાં ધમાકેદાર વરસાદ શરૂ થઇ ગયો છે. છેલ્લા 48થી 72 કલાકમાં રાજ્યના 28 તાલુકાથી કરતા વધારે તાલુકામાં વરસાદ નોંધાયો છે.

ગુજરાતના છેલ્લા પાંચ વર્ષના વરસાદના આંકડા

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષના ચોમાસાના આંકડા પર નજર કરીએ તો, ગુજરાતમાં વર્ષ 2017માં સરેરાશ 112 ટકા વરસાદ વરસ્યો હતો. વર્ષ 2018માં 76 ટકા, 2019માં 144 ટકા, 2020માં 137 ટકા અને ગયા વર્ષે 2021માં 97 ટકા વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે, આ વખતે એટલે કે 2022 માં 104 ટકા જેટલો વરસાદ વરસી શકે છે.

નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગને અનુસરવું.

WhatsApp Group Join Now

Leave a Comment