ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે જામી રહ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. એ ઉપરાંત ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે, તેમજ 5 જુલાઇના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે.
આવતી કાલે 5 જુલાઈના રોજ રાજ્યમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. 5 જુલાઈએ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસશે. એ સિવાય નવસારી, દમણ, વલસાડ, ખેડા, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને અમરેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 147 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ મહેસાણાના સતલાસણામાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો માંગરોળમાં 1.8 ઈંચ વરસાદ, નવસારીમાં 2.5 ઈંચ વરસાદ તો વડાલીમાં 1.8 ઈંચ વરસાદ અને માંડવીમાં પણ 1.8 ઈંચ વરસાદ ખાબક્યો છે.
જ્યારે વીરપુર, સોનગઢ, ખાંભા, કરજણ, વિજયનગર, નેત્રંગ અને બરવાળામાં 1.5 ઈંચ વરસાદ પડ્યો હતો. આ સિવાય પલસાણા, જોડિયા, તિલકવાડા અને દિયોદરમાં 1.3 ઈંચ વરસાદ ખાબકતા રાજ્યના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.
નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.