ગુજરાતમાં ચોમાસું જામ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 31 જિલ્લાના 155 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજથી 8 જુલાઇ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તથા ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે NDRF ની 5 ટીમ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં પહોંચી ગઇ છે.
આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે, તેમજ 5 જુલાઇના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ભરૂચ સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, 6 જુલાઇના રોજ બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે તેમજ 6 જુલાઇના રોજ વલસાડ, નવસારી અને દમણમાં ધોધમાર વરસાદની આગાહી છે જેના પગેલે અહીં લોકોને સાવચેત રહેવાની વોર્નિંગ અપાઇ છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, 7 જુલાઇના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, સુરતમાં ભારે વરસાદની આગાહી છે તેમજ 7 જુલાઇના રોજ વલસાડ અને નવસારીમાં ધોધમાર વરસાદની આગાહી છે જેના પગેલે અહીં લોકોને સાવચેત રહેવાની વોર્નિંગ અપાઇ છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, 8 જુલાઇના રોજ બોટાદ, અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે તેમજ 8 જુલાઇના રોજ ભરૂચ અને સુરતમાં ધોધમાર વરસાદની આગાહી છે જેના પગેલે અહીં લોકોને સાવચેત રહેવાની વોર્નિંગ અપાઇ છે
નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.