આજથી નક્ષત્ર બદલાયું / જાણો ક્યું નક્ષત્ર, કેટલો વરસાદ, કયું વાહન? કોની કોની આગાહી?

WhatsApp Group Join Now

ભારતીય કેલેન્ડર પ્રમાણે દર વર્ષે વરસાદના નક્ષત્રો પરથી ચોમાસુ કેવું રહેશે તેમનું અનુમાન લગાવવામાં આવતું હોય છે. સાથે ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ પડે તેની માહિતી પણ મળતી હોય છે. આજે આપણે વરસાદના મૃગશીર્ષ નક્ષત્ર વિશે માહિતી મેળવીશું.

મૃગશીર્ષ ક્યારે શરૂ થશે?
સૂર્ય જ્યારે મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યારે દેશમાં વરસાદની શરૂઆત થાય છે, પરંતુ વિધિવત રીતે ચોમાસાની શરૂઆત સૂર્ય જ્યારે આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યારે થાય છે. આ વર્ષે સૂર્ય 08/06/2023 ને ગુરુવારે એટલે કે આજથી મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 21/06/2023 સુધી સૂર્ય મૃગશીર્ષ નક્ષત્રમાં રહેશે. આ મૃગશીર્ષ નક્ષત્રનું વાહન હાથી છે.

લોકવાયકા:
‘’મગશરા વાયા તો આદ્રા મે આયા
વર્ષે આદ્રા તો બારેમાસ પાધરા”

લોકવાયકા મુજબ, મગશરા વાયા તો આદ્રામેં આયા, એટલે કે મગસરા નક્ષત્રમાં વરસાદ પડે, ગરમી બફારો થાય, તો તે પછીના આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ વરસે. દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં મૃગશીર્ષ નક્ષત્રમાં વાવણી લાયક વરસાદની શકયતા જોવા મળતી હોય છે.

આ નક્ષત્રમાં કડાકા-ભડાકા સાથે જે વિસ્તારોમાં વરસાદ પડે ત્યાં વાવણીલાયક વરસાદ પણ પડી શકે છે. સામાન્ય રીતે આ નક્ષત્રમાં બપોર પછી વરસાદની એક્ટિવિટી નોંધાતી હોય છે.

આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશતા પહેલા સૂર્ય મૃગશીર્ષ નક્ષત્રમાં હોય છે. પ્રાચીન માન્યતા એવી છે કે મૃગશીર્ષ નક્ષત્રમાં કુદરત અને પૃથ્વી તપે તો વરસાદ સારો થવાની સંભાવના હોય છે. મૃગશીર્ષ નક્ષત્ર દરમિયાન ગરમી વધારે પડે તો સમજવું કે આ વર્ષે વરસાદ સારો થશે.

‌જો ગ્રીષ્મનાં અંતમાં કેરીના વૃક્ષોને પણ હલબલાવી નાખે એવી તેજતર્રાર હવા વહે તો સમજી લેવું કે હવે વર્ષાઋતુ આવવાની છે. જ્યારે સૂર્ય મૃગશીર્ષ નક્ષત્રમાં હોય ત્યારે ગ્રીષ્મ ઋતુનો અંત આવે છે.

ટૂંકમાં વાત કરીએ તો રોહિણી નક્ષત્રમાં તાપ પડવો જોઈએ અને મૃગશીર્ષ નક્ષત્રમાં પવનની હાજરી ખૂબ જ જરૂરી છે. જેટલો વધુ સ્પીડે પવન ફૂંકાય તેટલુ ચોમાંસુ સારુ જાય તેવુ ગણવામાં આવે છે અને જો મૃગશીર્ષ નક્ષત્રના મોટા ભાગના દિવસોમાં પવનનું સામ્રાજ્ય વધુ પડતું જોવા ન મળે તો, આદ્રા નક્ષત્ર પણ વગર વરસાદનું પસાર થાય છે. માટે એ ખૂબ જ ખરાબ બાબત ગણી શકાય. જેટલો ચારેય પાયામાં એટલે કે આ નક્ષત્રના ચારેય પાયામાં જેટલો પવન ફૂંકાય તેટલું ચોમાસું સારું એવું ભડલી વાક્યોના વિધાનોમાં જોવા મળી રહ્યું છે.

મૃગશીર્ષ નક્ષત્રમાં અંબાલાલ પટેલની આગાહી
– રાજ્યમાં વાવાઝોડું અને ભારે વરસાદની આગાહી
– 7થી 11 જૂન વાવાઝોડું આવી શકે છે
– 15 જૂન સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી
– સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં 12 ઈંચથી વધુ વરસાદની શક્યતા
– દક્ષિણ ગુજરાતમાં 10 ઈંચથી વધુ વરસાદની શક્યતા
– મધ્ય-ઉત્તર ગુજરાતમાં 4 ઈંચથી વધુ વરસાદની સંભાવના

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment