વાવાઝોડાએ બદલી દિશા, સૌરાષ્ટ્ર અને કચ્છ સાવધાન, વાવાઝોડાને લઈ આવી સૌથી મોટી અપડેટ

WhatsApp Group Join Now

બીપરજોય વાવાઝોડુ ઉત્તર તરફ ગતિ કરી રહ્યું છે જે એક સારા સમાચાર કહેવાય કે વાવાઝોડા એ હજુ રીકર્વ કરીને ટર્ન નથી લીધો. વાવાઝોડાએ હજુ ટર્ન નથી લીધો એટલે હવે પાકિસ્તાન અને ગુજરાત બનેમાંથી ગમે તે શક્યતામાં વરસાદનો ફાયદો તો જરૂર મળશે. પાકિસ્તાન તરફ જાય તો વરસાદનો ઓછો ફાયદો મળે અને ગુજરાતની બાજુમાંથી નિકળે તો જેટલું નજીક એટલો વરસાદનો વધુ ફાયદો મળશે.

હાલની સ્થિતિ પ્રમાણે 70% ટકા પાકિસ્તાન બાજુ અને 30% સૌરાષ્ટ્ર-કચ્છ માં જવાની શક્યતા રહેલી છે. પરંતુ હજુ આવતીકાલે જેમ નજીક આવશે તેમ વધુ રૂટ સ્પષ્ટ થતો જશે એટલે હવે સૌરાષ્ટ્ર કચ્છ માટે થોડી સાવચેતી પણ જરૂરી ગણી શકાય કેમ કે, શકયતા ભલે 30% ટકા લાગે પણ આ અરબીસમુદ્ર કોઈનો નથી થયો એટલે હજુ ગભરાવું નહિ પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છને સાવચેત જરૂર રહેવું અને આપણી અપડેટ સતત જોતી પણ રહેવી.

બંનેમાંથી ગમે તે શકયતા રહે પશ્ચિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર, પશ્ચિમ કચ્છ, દક્ષિણ ગુજરાત જેવા વિસ્તારમાં વરસાદનો ફાયદો લગભગ મળશે જ પરંતુ પેલી શકયતા પ્રમાણે અંદરના બીજા વિસ્તારમાં ઓછો ફાયદો મળશે પરંતુ બીજી શકયતા પ્રમાણે રહે તો અંદરના ઘણા વિસ્તારને પણ ફાયદો મળશે.

10 તારીખથી લોટરી રાઉન્ડ ચાલુ થઈ જશે એ મુજબ આવતીકાલ લોટરી રાઉન્ડ ચાલુ થશે જેનુ 14-15 સુધી જોર રહેશે. આ લોટરી રાઉન્ડ એટલે છે કે આમાં છુટા છવાયા વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થઈ જશે જે બીપોરજોય વાવાઝોડાને આભારી હશે.

આજ રાત્રે અથવા આવતીકાલે બીપરજોય વાવાઝોડાના પૂછડીયા વાદળો ગુજરાતમાં આવી પહોંચશે જેનાથી રાજ્યમાં વાતાવરણમાં પલટો આવી જશે અને રેડા ઝાપટા ચાલુ થશે. દરિયાકિનારાના વિસ્તારમાં રેડા ઝાપટાનું પ્રમાણ વધુ રહેશે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment