સાવધાન / વાવાઝોડું બિપોરજોય આજે મચાવશે તાંડવ, કડાકા ભડાકા સાથે ભારે થી અતિભારે વરસાદની આગાહી

WhatsApp Group Join Now

આજે વાવાઝોડાનો અંતિમ દિવસ છે. એક વાર જમીનમાં ટકરાયા બાદ વાવાઝોડુ ક્રમશ નબળુ પડતુ જશે. વાવાઝોડુ હાલ જખૌ પોર્ટથી 190km દૂર છે અને ક્રમશ કચ્છ તરફ પ્રયાણ કરી રહ્યું છે અને આંશિક રીતે નબળુ પણ પડતુ જાય છે.

બીપોરજોય વાવાઝોડું આજે સાંજેથી રાત્રે કચ્છ અને પાકિસ્તાન બોર્ડર પર જખૌ પોર્ટ આસપાસ ટકરાશે. ત્યારે તેની રેગ્યુલર સ્પીડ 120km આસપાસ રહેશે જ્યારે ક્યારેક ઝટકાના પવન 130-140km ના રહી શકે છે. દ્વારકા અને જામનગરમાં પણ પવનમાં વધારો થતો જશે સાંજે રાતે 80-100km સુધીના પવનો ફૂંકાઈ શકે છે.

કચ્છ જિલ્લામાં મોટાભાગનાં વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદની પૂરી શક્યતા છે. અમુક વિસ્તારોમાં 15 થી 20/25 ઇંચ વરસાદ પણ પડી શકે છે. આ સિવાય દરિયા કાંઠે એટલે કે નલિયા આસપાસનાં વિસ્તારોમાં દરિયાનું પાણી ગામમાં ઘુસી જાય (જેમ 1998 માં કંડલામાં થયું હતું ) તેવું પણ બની શકે છે. તો આ સંજોગોમાં પુરથી બચવાની પૂરી તૈયારી રાખવી.

પશ્ચિમ કચ્છના દરિયાકિનારેથી બધાએ સલામત સ્થળે ખસી જવુ, જ્યારે વાવાઝોડુ નજીક આવશે ત્યારે દરિયામાં ખૂબ મોટા મોજા આવશે અને ગામોમાં પાણી ઘૂસી જશે. ખાસ કરીને નવલખી અને કંડલા દીનદયાળ પોર્ટમાં 8 મીટર સુધીના મોજા તથા ઓખામાં 4 મીટર સુધીના મોજા ઉછળી દરિયાના પાણી અંદર આવશે. એટલે પશ્ચિમ કચ્છ દરિયાકિનારેથી દુર રહેવું.

તો બીજી બાજુ રાજ્ય સરકારે દરિયા કાંઠાના વિસ્તારોમાંથી 74 હજારથી વધુ લોકોને શેલ્ટર હોમમાં શિફ્ટ કર્યા હતા. IMD અનુસાર બિપરજોયને કારણે જોરદાર પવન અને ભારે વરસાદનો ખતરો વધ્યો છે. ચક્રવાતને કારણે પોરબંદર, રાજકોટ, મોરબી, જૂનાગઢ તેમજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે.

ખાસ નોંધ: આ વેધર મોડેલ મુજબનું અનુમાન છે. હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment