અશોકભાઈ પટેલની આગાહી/ આજથી 17 જુન સુધીની આગાહી, હાલ વાવાઝોડું ક્યાં પહોંચ્યું? - GKmarugujarat

અશોકભાઈ પટેલની આગાહી/ આજથી 17 જુન સુધીની આગાહી, હાલ વાવાઝોડું ક્યાં પહોંચ્યું?

વાવાઝોડુ, “બીપરજાય’ 15મીના કચ્છને લાગુ સિંધ (પાકિસ્તાન) વિસ્તાર આસપાસ લેન્ડફોલ કરેશે. લેન્ડકોલ સમયે પવનની ઝડપ 125થી 135 કિ.મી.ની રહેશે. વાવાઝોડું લેન્ડફોલ થયા બાદ પવનની ઝડપ ઘટી જશે આ વાવાઝોડાની અસરથી સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં વરસાદ પડશે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે.

તેઓએ જણાવેલ કે ઉત્તર-પૂર્વ અને લાગુ મધ્ય અરબી સમુદ્ર ઉત્તર અતિગંભીર વાવાઝોડું, ‘બીપરજાય’ છે. હવામાન ખાતાએ સૌરાષ્ટ્ર અને કચ્છ કિનારાઓ માટે સાયકલોન અંગે 135 કિ.મી.ની હશે. લેન્ડફોલ બાદ થોડા વરસાદની શકયતા છે.

આ સિસ્ટમ મુખ્યત્વે ઉત્તર તરફ ગતિ કરશે. આજ રાત સુધી ત્યારબાદ ઉત્તરપૂર્વ તરફ કરશે અને હાલના અનુમાનો પ્રમાણે કચ્છનો લાગુ સિંધ (પાકિસ્તાન) આસપાસ 15મી એ લેન્ડ ફોલ કરશે. લેન્ડ ફોલ વખતે પવનની ઝડપ 125 કિમીની 135 કિમીની હશે. લેન્ડ ફોલ બાદ થોડા સમયમાં પવનની ઝડપ ઘટશે.

વેધર એનાલિસ્ત અશોકભાઈ પટેલે જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર- ગુજરાત- કચ્છમાં તા. 13થી 17 જુન દરમ્યાન પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિતનું કોસ્ટલ સૌરાષ્ટ્ર, કચ્છના વિસ્તારોમાં મધ્યમ, ભારેથી અતિભારે વરસાદ પવન સાથે જેમાં વધુ વરસાદવાળા સેન્ટરો ખાસ કરીને વાવાઝોડાના ટ્રેક નજીક 200 મી.મી. થી વધુની શકયતા છે. સૌરાષ્ટ્રના બાકીના ભાગોમાં ઘણા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ અને છૂટોછવાયો ભારે વરસાદ થવાની શક્યતાઓ છે.

જ્યારે ગુજરાત રીઝનમાં ઘણા વિસ્તારોમાં હળવો મધ્યમ, છૂટો છવાયો ભારે વરસાદની શક્યતા છે. જેમાં ઉત્તર ગુજરાતમાં વરસાદની માત્રા વધુ રહેશે.
હાલના પવન 145થી 155 કીમી અને ઝાટકાના પવન 170 km ની છે હાલની વાવાઝોડાની કેટેગરી અતિગંભીર વાવાઝોડું ગણાય.

આ વરસાદ વાવાઝોડા આધારિત છે ચોમાસુ બેસવાની હજી વાર છે. વાવાઝોડાના લેન્ડફોલ સામે એટલે કે 15 તારીખ દરમિયાન નવલખીમાં 7.5 મીટર, કંડલામાં 6.8 મીટર, ઓખામાં 3.75 મીટર અ‍ને પોરબંદરમાં 2.6 મીટરના મોજા ઉછળી શકે છે.

ખાસ નોંધ: આ વેધર મોડેલ મુજબનું અનુમાન છે. હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

Leave a Comment