નમસ્કાર મિત્રો, વરસાદે ગુજરાતના ઘણા વિસ્તારોમાં એક-બે દિવસથી વિરામ લીધો છે અને કેટલાક વિસ્તારોમાં વરાપ જોવા મળી છે. જોકે વરસાદનો આ વિરામ થોડાક દિવસ જ રહેશે અને વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ જશે.
રાજ્યમાં આગામી 6 જુલાઇથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે, 4થી 7 જુલાઈ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 6 જુલાઈથી ભારે વરસાદ પડશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ સુરત, ભરૂચ, મોરબી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરમાં ભારે વરસાદની શક્યતા છે. આ સાથે અમદાવાદમાં સામાન્ય વરસાદ રહેશે.
છેલ્લા વરસાદી રાઉન્ડમાં કોઈ કોઈ જગ્યાએ અતિવૃષ્ટિથી નુકશાની જોવા મળી તો અમુક જગ્યાએ મધ્યમ વરસાદ જોવા મળ્યો. તેમજ 4 અને 5 જુલાઈ દરમિયાન રાજ્યમાં છૂટો છવાયો હળવો મધ્યમ અને એકલ દોકલ જગ્યાએ ભારે વરસાદ જોવા મળશે.
ત્યાર બાદ 6 જુલાઈથી 10 જુલાઈ સુધીમાં બંગાળની ખાડી તેમજ અરબી સમુદ્રના uac ની સંયુક્ત અસર રૂપે રાજ્યમાં સારો વરસાદી રાઉન્ડ જોવા મળશે.
મોડેલ આધારિત વરસાદની માત્રા જોઈએ તો 10 જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્રમાં 25 mm થી 100 mm તથા દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 50 mm થી 150 mm સુધીનો વરસાદ જોવા મળશે.
તો ઉત્તર ગુજરાત તેમજ કચ્છમાં 15 mmથી 100 mm સુધીનો વરસાદ જોવા મળશે. જ્યારે રાજ્યમાં વધુ વરસાદના કોઈ કોઈ વીસ્તારમાં 200 mm કે તેથી વધુ વરસાદ જોવા મળશે.
વરસાદ અને વાવાઝોડા સંબધિત તમામ માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.