હવામાન વિભાગની સૌથી મોટી આગાહી; 4 જીલ્લામાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

WhatsApp Group Join Now

નમસ્કાર મિત્રો, ગુજરાતમાં ગઈ કાલથી અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે નવસારી, વલસાડ, જામનગર, જુનાગઢ અને કચ્છની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ ઉભી થઈ છે. ત્યારે હવામાન વિભાગે ફરી એક વખત રાજયમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં વરસાદનો સારો રાઉન્ડ ચાલી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે રાજ્યના 4 જિલ્લાઓમાં રેડ એલર્ટ તો 9 જિલ્લાઓમાં ઓરેંજ એલર્ટ જાહેર કર્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.

હવામાન વિભાગે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ અને જામનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પગલે રેડ એલર્ટ જાહેર કર્યા છે. અહીં 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

તો પોરબંદર, વડોદરા, આણંદ, સુરત, ગીર સોમનાથ, વલસાડ, નવસારી, ડાંગ અને તાપીને ઓરેન્જ એલર્ટ પર મુકાયા છે. અહીં 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્યપ્રદેશમાં સર્જાયેલા લો પ્રેશરનાં કારણે આ આગાહી કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 182 તાલુકામાં ધોધમાર વરસાદ થયો છે. જેમાં સૌથી વધારે વરસાદ જૂનાગઢના વિસાવદરમાં 14.68 ઇંચ, જામનગરમાં 10.76 ઈંચ, અંજારમાં 9.56 ઈંચ, વલસાડના કપરાડામાં 8.48 ઈંચ, ભેંસાણમાં 7.48 ઈંચ, ખેરગામમાં 7.12 ઈંચ, ધરમપુરમાં 6 ઈંચ, બરવાળા, બગસરા અને વઘઈમાં 5.2 ઈંચ, ડાંગ, આહવા, જામકંડોરણા, વાંસદા, રાજુલા અને વંથલીમાં 5 ઈંચ વરસાદ થયો છે.

તો વ્યારા, ગાંધીધામ અને જૂનાગઢમાં 4.5 ઈંચ, જેતપુર, વલસાડ, મહુવા, ધંધુકા અને બારડોલીમાં 4 ઈંચ, ધ્રોલ, વાપી, જોડિયા અને ખાંભામાં 3.9 ઈંચ, ચિખલી, અમરેલી, ગીર ગઢડા અને મેંદરડામાં 3.7 ઇંચ, પ્રાંતિજ, લીલીયા, ધારી, ધોરાજી અને સુબિરમાં 3.4 ઈંચ, સાવરકુંડલા, વાલોડ, ઉમરપાડા અને ગણદેવીમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે.

વરસાદ અને વાવાઝોડા સંબધિત તમામ માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment