સિસ્ટમ સક્રિય થતાં અંબાલાલ પટેલે કરી નવી નકોર આગાહી, 15મી સુધી આ વિસ્તારમાં ભારે વરસાદ

WhatsApp Group Join Now

છેલ્લા ચાર દિવસથી સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. આ સાથે જ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે, હાલ રાજ્યના ઘણા અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. તેમજ આગામી સમયમાં બંગાળના ઉપસાગરમાં વિશિષ્ઠ સ્થિતિને કારણે ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે.

અરબ સાગરમાં વિશિષ્ઠ સ્થિતિને લીધે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે વલસાડ, નવસારી, ગીર-સોમનાથ અને ભાવનગર જેવા શહેરોમાં અતિભારે વરસાદ પડી શકે. કેટલાક વિસ્તારોમાં 10 જુલાઈથી 15 જુલાઈ વચ્ચે અતિભારે વરસાદ ખાબકશે તેવી આગાહી કરવામાં આવી છે.

વધુમાં અંબાલાલ પટેલે જણાવતા કહ્યું છે કે, અતિભારે વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બનશે. બનાસકાંઠા, મહેસાણા, કડી, બેચરાજી, સિદ્ધપુર, વિસનગર અને પાટણમાં મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે.

જયારે સુરેન્દ્રનગર, વઢવાણ અને ધ્રાંગધ્રામાં પણ વરસાદ ખાબકી શકે છે. પાટડી અને દસાડામાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અને જે ભાગોમાં વાવણી લાયક વરસાદ નથી પડ્યો ત્યાં આગામી સમયમાં સારો વરસાદ ખાબકશે.

હવામાન વિભાગની આગાહી મુજબ, 10 તારીખના રોજ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે 11 અને 12 જુલાઈના રોજ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 12મી તારીખના રોજ અત્યંત ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment