કાલથી ગુજરાતમાં મેઘતાંડવ/ આટલા જિલ્લામાં રેડ એલર્ટ, અતિભારે વરસાદની આગાહી

WhatsApp Group Join Now

ગુજરાતમાં મેઘરાજાની મહેર થઇ છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદને પગલે નદી-ડેમોમાં નવા નીરની આવક થવા પામી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત અન્ય વિસ્તારોમાં મેઘરાજા વરસતા નદીઓ બે કાંઠે વહી છે.

આ સાથે જ હવામાન વિભાગે ફરી એકવાર આવતી કાલથી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. એવામાં અમુક અમુક જગ્યાએ અતિભારે વરસાદ પડવાની શક્યતાઓને ધ્યાનમાં લઈને એ વિસ્તારોમાં રેડ જાહેર કરી દેવામાં આવ્યા છે. જેની માહિતી નીચે મુજબ આપવામાં આવી છે.

10 જુલાઇની આગાહી: આવતી કાલે વલસાડ, દાદરાનગર હવેલી અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો બીજી બાજુ સુરત, તાપિ, ડાંગ, જુનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

11 જુલાઇની આગાહી: 11મી જુલાઈએ જુનાગઢ, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય 11 તારીખે ગીર સોમનાથ, ભરુચ, સુરત અને તાપિમાં ભારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

12 જુલાઇની આગાહી: 12મી જુલાઈએ જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો બીજી બાજુ પોરબંદર, રાજકોટ, ભાવનગર, ભરુચ, સુરત, તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

13 જુલાઇની આગાહી: 13મી જુલાઈએ જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, વલસાડ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ કચ્છ, દેવભુમી દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર અને નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment