રાજ્યમાં ક્રમશ વાતાવરણ સુધારા તરફ જશે અને સપ્ટેમ્બરના મહિનાના બીજા અઠવાડિયામાં વરસાદી રાઉન્ડ આવશે તેમ તેમ અત્યારે ક્યાંક ક્યાંક ઝાપટા પણ પડી રહ્યા છે. બંગાળની ખાડીમાં આજે લો પ્રેશર બની ગયું છે. એટલે કે સાતમ આઠમના તહેવારોથી ચોમાસાનો નિષ્ક્રિય તબક્કો પૂરો થવાની આશા જીવંત થશે, મેઘરાજા ફરી વાજતે ગાજતે પધરામણી કરશે.
સપ્ટેમ્બર મહિનામાં વરસાદનો શરૂ થવાનો હોવાથી એક પછી એક આગાહીકારો દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. અંબાલાલ પટેલ, અશોકભાઈ પટેલ, પરેશ ગૌસ્વામી દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે રામજીભાઈ કચ્છી દ્વારા પણ આજથી 11 સપ્ટેમ્બર સુધીની આગાહી કરવામાં આવી છે જે નીચે મુજબ છે.
રમજીભાઈ કચ્છી દ્વારા કરવામાં આવેલ ગત આગાહી સમયમાં ઘણા સેન્ટરમાં મહત્તમ તાપમાન નોર્મલ થી બે કે ત્રણ ડિગ્રી વધુ જોવા મળ્યું, જેમાં તા. 3 સપ્ટેમ્બરના અમદાવાદ 35.9 જે નોર્મલથી 3 ડિગ્રી ઉચું, રાજકોટમાં 35.3 જે નોર્મલથી 3 ડિગ્રી ઉચું, તેમજ વેરાવળમાં 33.2 જે નોર્મલથી 3 ડિગ્રી ઉચું ગણાય. જયારે આગાહી સમયની વાત કરીયે તો હજુ 8 સપ્ટેમ્બર સુધી તાપમાન નોર્મલથી બે કે ત્રણ ડિગ્રી ઉંચુ જોવા મળશે.
હાલ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ બની ગઈ છે. જે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતી કરી મધ્યપ્રદેશ સુધી આવશે અને તેને આનુષંગિક સાઈક્લોનીક સર્ક્યુલેશનની અસરથી મીડ લેવલમાં ભેજયુક્ત પવનોની હાજરી તથા ચોમાસું ધરી પણ ક્રમશઃ નોર્મલ તરફ આવશે જેના લીધે તારીખ 6 સપ્ટેમ્બરથી ગુજરાત રીજીયન બાજુથી છુટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને એકાદ જગ્યાએ ભારે વરસાદની શરૂઆત થશે.
જેમ જેમ દિવસો પસાર થતા જાશે તેમ વરસાદની માત્રા અને વિસ્તારોમાં વધારો જોવા મળશે. જેમાં વધું શક્યતા ગુજરાત રીજીયનમાં મધ્ય પૂર્વ તેમજ દક્ષિણ ગુજરાત બાજુ છે. જયારે સૌરાષ્ટ્રમાં દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્ર બાજુ વધુ શક્યતા રહેશે અને બાકીના સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં છુટા છવાયા વરસાદની શક્યતા રહેશે.
આગોતરું એંધાણ:
આગાહી સમય બાદ બંગાળની ખાડીમાં વધુ એક વરસાદી સિસ્ટમ શક્રિય થશે જે અત્યારના મોડેલ જોતા ગુજરાત રાજ્ય બાજુ આવશે એવો અંદાજ છે.
ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.