આજથી વરસાદનો મુખ્ય રાઉન્ડ શરૂ; આજે આ જિલ્લામાં થશે વરસાદ, મધ્યમથી ભારે વરસાદની આગાહી

WhatsApp Group Join Now

બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ફરી વરસાદની આશા જાગી છે અને ગુજરાતમાં વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે પણ આ સારા સમાચાર છે. બંગાળની ખાડી સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ સક્રિય થઈ ગઈ છે અને પ્રથમ વરસાદી સિસ્ટમ બની ગઈ છે. આ સિસ્ટમ ભારતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ લાવશે તેવી શક્યતા છે. હવામાન વિભાગનું કહેવું છે કે બંગાળની ખાડીમાં સાક્લૉનિક સર્ક્યુલેશન બની ગયું છે અને હવે આ સિસ્ટમ આવનારા દિવસોમાં મજબૂત બનશે.

રાજ્યના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 6 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે કહ્યું કે, બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે વરસાદની આગાહી છે. સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, દિવ, રાજકોટ અને જામનગરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: નવી મગફળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો તા. 05/09/2023 ના મગફળીના બજારભાવ

જ્યારે ઉત્તર ગુજરાતમાં 7 સપ્ટેમ્બરથી વરસાદની ગતી વધશે. સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આગામી 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહશે. 8 સપ્ટેમ્બરે અમદાવાદમાં વરસાદની આગાહી છે. ગાજવીજ અને વીજળીના કડાકભડાકા સાથે વરસાદ પડવાની શક્યતા છે.

જાણીતા વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા. 4થી 10 સપ્ટેમ્બરની આગાહી કરતા જણાવ્યું કે, બંગાળની સીસ્ટમના પ્રભાવ હેઠળ તા. 7થી 10 સપ્ટેમ્બરમાં ચોમાસુ ગતિવિધી દેખાશે. ગુજરાત રીજીયનમાં છુટાછવાયા ઝાપટાથી માંડીને હળવો-ભારે વરસાદ થવાની સંભાવના છે. મધ્યપ્રદેશ બોર્ડરને લાગુ ભાગોમાં તા. 6થી ચોમાસું ગતિવિધી દેખાશે.

સૌરાષ્ટ્ર-કચ્છને લાગે વળગે છે ત્યાં સુધી ગુજરાત રીજીયનને લાગુ સૌરાષ્ટ્રમાં (પૂર્વ)માં તા. 7થી 10 દરમ્યાન છુટીછવાઈ વરસાદી ગતિવિધી દેખાશે બાકીનાં ભાગોમાં ખાસ પ્રભાવ નહિં દેખાય.

આ પણ વાંચો: નવા કપાસના ભાવમાં થયો મોટો વધારો; જાણો તા. 05/09/2023 ના કપાસના બજાર ભાવ

અશોકભાઈ પટેલે આગોતરૂ એંધાણ કરતાં જણાવ્યું હતું કે, તા. 10 સપ્ટેમ્બર સુધીની આગાહી બાદ તા. 11થી 18 સપ્ટેમ્બર વરસાદ માટે વધુ સાનુકુળ વાતાવરણ સર્જાવાની શકયતા છે. જોકે તેની વિગતવાર આગાહી હવે પછી જાહેર કરવામાં આવશે.

તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદ અંગેની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લાંબા સમયથી વરસાદ ખેંચાયા બાદ દેશમાં ફરી એકવાર ચોમાસું એક્ટિવ થઈ રહ્યું છે, આવામાં અંબાલાલ પટેલે બંગાળની ખાડીમાં ઉપરાઉપરી સિસ્ટમ બનવાની અને તેની અસર ગુજરાતના હવામાન પર થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલની સાથે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ રાજ્યમાં સારો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. તેમણે જુન-જુલાઈની યાદ અપાવતો વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 6થી 12 સપ્ટેમ્બર રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ રહેશે. તો 10થી 15 સપ્ટેમ્બર અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં પણ સિસ્ટમ બનશે. જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ રહેશે. મધ્ય, ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં વરસાદની શક્યતા છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ સમયગાળા દરમિયાન પંચમહાલ, ભરૂચ અને સાપુતારામાં વરસાદની આગાહી છે. તો વલસાડ, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર અને જામનગરમાં પણ વરસાદ વરસશે. તેમજ આ સમયગાળા દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ જોવા મળશે. આ સિવાય આવતા મહિનામાં એટલે કે ઓક્ટોબર મહિનામાં પણ હવાનું દબાણ ઉત્પન્ન થવાથી વરસાદ રહેશે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment