ગુજરાતમાં મેઘો મહેરબાન; આગામી 24 કલાક આ જિલ્લામાં થશે વરસાદ

WhatsApp Group Join Now

ગુજરાતમાં ફરી ચોમાસુ સક્રિય બન્યું છે. ઓગસ્ટ મહિનો કોરો જતાં સપ્ટેમ્બરમાં વરસાદે ફરી દસ્તક આપી છે. ગુજરાતમાં 2 દિવસમાં 200થી વધુ તાલુકામાં વરસ્યો વરસાદ નોંધાયો છે. કપરાડામાં 9.72 ઈંચ, ધરમપુરમાં 7.64 ઈંચ વરસાદ વરસ્યો છે. તો ડાંગના વઘઈમાં 7.28 ઈંચ વરસાદ વરસ્યો છે.

જ્યારે છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, રાજ્યના 151 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના કપરાડામાં 5.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. આઉપરાંત 6 તાલુકાઓમાં અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સીઝનનો હાલ સુધી 96 ટકા વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં આગામી 1 દિવસ વરસાદનું જોર રહેશે જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી છે. તો ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી છે. હાલ પશ્વિમ બંગાળમાં સિસ્ટમ સક્રિય થતાં આખા ગુજરાતમાં વરસાદની આગાહી છે.

ગઈ કાલે એટલે કે શુક્રવારે નવસારી જિલ્લાના 6 તાલુકામાં વરસ્યો વરસાદ હતો. નવસારીના 3 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જ્યારે 3 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં 4 ઈંચ વરસાદ ખાબક્યો. સારા વરસાદથી ગુજરાતની ખેતીને નવ જીવન મળ્યું છે.

હજુ 24 કલાક ગુજરાત માટે ભારે છે. 24 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. આજે 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના અરવલ્લીમાં આજે ભારે વરસાદ થઈ શકે છે. આ સાથે દાહોદ, મહીસાગર અને વલસાડમાં પણ ભારે વરસાદ થઈ શકે છે.

જ્યારે કાંઠામાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે વરસાદ ખાબકી શકે છે. ઘણા વિસ્તારોમાં આજે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થઈ શકે છે. કેટલાક ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં હળવો વરસાદ થઈ શકે છે. વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે કે, સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. આ સાથે સૌરાષ્ટ્રના દરિયાઇ વિસ્તારોના જિલ્લામાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે. લાંબા સમયના વિરામબાદ ખેડૂતોને પાકમાં નવ જીવન મળશે. સૌરાષ્ટ્રમાં અનેક ભાગોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થવાની સંભાવના છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment