વરસાદનો નવો રાઉન્ડ આ તારીખથી શરૂ; વાવણી ક્યારે? કડાકા ભડાકા સાથે ભારે વરસાદ

WhatsApp Group Join Now

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અમદાવાદ, ગાંધીનગર, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ખેડા, મહીસાગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, ભરૂચ, નવસારી, સુરત, વલસાડ, કચ્છ તેમજ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

આગામી 48 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે તેવી સંભાવના છે. આગામી 48 કલાકમાં અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. હવામાન વિભાગ અને કેટલાક જાણીતા આગાહીકારોનું કહેવું છે કે, સમગ્ર ગુજરાતમાં આગામી ત્રણ દિવસોમાં વરસાદનું આગમન થઇ જશે.

IMD વિભાગના અધિકારી મનોરમા મોહંતી  એ જણાવ્યુ છે કે, આગામી પાંચ દિવસમાં સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ વરસાદ પડવાની સંભાવના છે.

19થી 30 જૂન સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદનો એક રાઉન્ડ આવશે અને બધી બાજુ સારો વરસાદ થાય તેવી પૂરી શક્યતા વેધર મોડલમાં દેખાઈ રહી છે.

19 તારીખ પહેલાં પણ છુટ્ટા-છવાયા વિસ્તારોમાં ઝાપટાનો અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થોડા ચાલુ રહેશે. જેમાં ખાસ કરીને દરીયાકાંઠાના વિસ્તારોમાં વધારે લાભ મળી શકે છે. જોકે હવે વાવણીના વરસાદ માટે 20 તારીખ સુધી રાહ જોવી પડશે, ત્યાર બાદ સારો વરસાદ પડશે.

વરસાદની વધારે માહીતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

નોંધ: વેધર મોડલ અને કુદરતી પરિબળો મુજબ આ આગાહીમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે, ખેતીકામો અને વાવાઝોડાની માહિતી માટે ભારતીય હવામાન વિભાગને અનુસરવું.

WhatsApp Group Join Now

Leave a Comment