હવામાન નિષ્ણાંત અને મોટા વેધર એનાલિસ્ટ એવા અશોકભાઈ પટેલ દ્વારા એક સપ્ટેમ્બરના રોજ એક નવી આગાહીની જાહેરાત કરી હતી. રાજ્યમાં 1થી 7 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ કેવો રહેશે તેને લઈને આગાહી કરી છે પરંતુ તેની સાથે સાથે જ 8થી 15 સપ્ટેમ્બર સુધી રાજ્યના ભાગોમાં સાર્વત્રિક વરસાદના રાઉન્ડની વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા આગોતરા એંધાણ પણ આપ્યા છે.
અશોકભાઈ પટેલની છેલ્લી આગાહી 26 ઓગસ્ટના રોજ આપવામાં આવી હતી તે આગાહી મુજબ 26 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી વરસાદી કોઈ સિસ્ટમ સક્રિય નથી અને ધૂપ છાવ જેવું વાતાવરણ જોવા મળશે. તો કેટલાક વિસ્તારોમાં હળવા ઝાપટા જોવા મળશે તે આગાહી પૂર્ણતઃ સાચી ઠરી છે આ દિવસોમાં રાજ્યના એક પણ વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળ્યો નથી પરંતુ ત્યારબાદ તેમણે 1થી 7 સપ્ટેમ્બર સુધીના દિવસોમાં મધ્યમ વરસાદી રાઉન્ડ જોવા મળશે.
આ આગાહીમાં સૌરાષ્ટ્ર કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ તો કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા ઝાપટાં જોવા મળશે તેવી આગાહી આપી છે. આગામી બે દિવસ રાજ્યમાં હળવોથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા જોવા મળશે તો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા થોડીક તીવ્ર રહેશે.
પરંતુ અશોકભાઈ પટેલ દ્વારા 8 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવશે તે માટે અગાઉથી જ આગાહીની જાહેરાત કરી છે. તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં આ દિવસોમાં સાર્વત્રિક સારો એવો વરસાદ નોંધાઈ શકે છે તેને લઈને આગોતરું એંધાણ આપ્યું છે.
એક અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ દક્ષિણ તમિલનાડુના વિસ્તારોમાં ઉત્પન્ન થઈ છે જે કર્ણાટક અને મધ્યપ્રદેશથી મહારાષ્ટ્ર સુધીના વિસ્તારોમાં ફેલાયેલ છે તેના કારણે વરસાદી માહોલ જોવા મળશે.
ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.