આધાર કાર્ડને લઈને મોટાં સમાચાર: મોબાઈલ નંબર વિના પણ હવે આધાર કાર્ડ ડાઉનલોડ થઈ શકશે, જાણો કેવી રીતે?

Aadhaar Card Latest News: હવે તમે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર વગર પણ UIDAI ની સત્તાવાર વેબસાઈટ પરથી આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. જેમના મોબાઈલ નંબર નોંધાયેલા નથી તેમની મદદ માટે UIDAIએ આ પગલું ભર્યું છે.

આધાર કાર્ડ યુઝર્સ માટે મહત્વના સમાચાર છે. હવે તમે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર વગર પણ તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકશો. અગાઉ, યુઝર્સને આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે આધાર સાથે લિંક કરેલ રજિસ્ટર્ડ મોબાઈલ નંબરની જરૂર હતી. આ સિવાય રજીસ્ટર્ડ મોબાઈલ નંબર વગર આધાર કાર્ડ ડાઉનલોડ નહોતુ થઈ શકતું.

આધાર ધારકો માટે સારા સમાચાર
આધાર જારી કરનાર યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ જાહેરાત કરી છે કે હવે તમે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર વગર પણ આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકશો. જેમણે પોતાનો મોબાઈલ નંબર રજીસ્ટર કરાવ્યો નથી અથવા તેમના નંબર પરથી કાર્ડ ડાઉનલોડ કરવામાં કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેમને મદદ કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. ચાલો જાણીએ કે તમે મોબાઈલ નંબર વગર આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો.

મોબાઈલ નંબર વિના આધાર કાર્ડ ડાઉનલોડ કરવાની સરળ પ્રક્રિયા
1. સૌથી પહેલા UIDAI ની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ અને ‘My Aadhaar’ પર ટેપ કરો.
2. હવે ‘Order Aadhaar PVC Card’ પર ક્લિક કરો.
3. હવે તમને અહીં 12 અંકનો આધાર નંબર દાખલ કરવા માટે કહેવામાં આવશે.
4. અહીં તમે આધાર નંબરને બદલે 16 અંકનો વર્ચ્યુઅલ આઇડેન્ટિફિકેશન નંબર (VID) પણ દાખલ કરી શકો છો.
5. આ પ્રક્રિયા પછી, તમને આપવામાં આવેલ સુરક્ષા અથવા કેપ્ચા કોડ દાખલ કરો.
6. જો તમે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર વગર કાર્ડ ડાઉનલોડ કરવા ઈચ્છો છો, તો ‘મારો મોબાઈલ નંબર નોંધાયેલ નથી’ વિકલ્પ પર ક્લિક કરો.
7. હવે તમારો વૈકલ્પિક નંબર અથવા અનરજિસ્ટર્ડ મોબાઇલ નંબર દાખલ કરો.
8. હવે ‘Send OTP’ પર ક્લિક કરો
9. હવે તમારા દ્વારા દાખલ કરેલ વૈકલ્પિક નંબર પર વન ટાઈમ પાસવર્ડ (OTP) આવશે.
10. આગળ, તમે ‘નિયમો અને શરતો’ ના ચેકબોક્સ પર ક્લિક કરો અને પછી છેલ્લે ‘Submit’ પર ક્લિક કરો.
11. હવે તમને નવા પૃષ્ઠ પર રીડાયરેક્ટ કરવામાં આવશે.
12. પુનઃપ્રિન્ટિંગની ચકાસણી માટે, તમને અહીં આધાર પત્રના પૂર્વાવલોકનનો વિકલ્પ મળશે.
13. આ પછી તમે ‘Make Payment’ નો વિકલ્પ પસંદ કરો.
14. પેમેન્ટ કર્યા બાદ થોડાક દિવસો બાદ તમારું આધાર કાર્ડ તમારા રજીસ્ટર્ડ એડ્રેસ પર સ્પીડ પોસ્ટ મારફત મળી જશે.

આવી વધારે માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *