આગોતરું એંધાણ; ગુજરાત તૈયારી કરી લો, ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડની આગાહી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં માત્ર દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, હવામાન વિભાગે અહીં હળવા છૂટાછવાયા વરસાદની સંભવનાઓ વ્યક્ત કરી છે. ગુજરાત પર હાલ કોઈપણ એક્ટિવ સિસ્ટમ ન હોવાથી વરસાદની સંભાવનાઓ નથી.
ગુજરાત સહિત સંપુર્ણ ભારતમાં લાંબા સમયથી વરસાદે વિરામ લીધો છે. લોકો ભરચોમાસે પણ ઉનાળા જેવી ગરમીનો સામનો કરી રહ્યાં છે. ઓગસ્ટ મહિનો પુરો થઈ ગયો અને હવે સપ્ટેમ્બર મહિનો પણ શરૂ થઈ ગયો પરંતુ, હજુ સુધી વરસાદના કોઈ દર્શન થયા નથી. ત્યારે દરેકના મનમાં એક જ પ્રશ્ન ઉદ્ભવે છે કે વરસાદ હવે ક્યારે આવશે?

આ પણ વાંચો: જન્માષ્ટમી ઉપર તૈયાર રહેજો; બેક ટુ બેક મોટી સિસ્ટમ, અંબાલાલ પટેલે કરી તબાહી મચાવે તેવી આગાહી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદના એંધાણ અંગે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જેમાં હાલ કોઈ સારા વરસાદની શક્યતાઓ દેખાઈ રહી નથી. હવામાન વિભાગે માત્ર દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ રહેવાની આગાહી કરી છે. આ સિવાય રાજ્યના લગભગ તમામ જિલ્લામાં હવામાન સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આજે પણ રાજ્યના દક્ષિણ ભાગમાં છૂટોછવાયો હળવો વરસાદ થઈ શકે છે.

આ પણ વાંચો: કપાસના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો; જાણો આજના (તા. 02/09/2023 ના) કપાસના બજાર ભાવ

એક તરફ આગાહીકાર અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે, ઓગસ્ટ મહિનો ભલે કોરો ગયો પણ સપ્ટેમ્બર મહિનો કોરો નહીં જાય. સપ્ટેમ્બરમહિનાના પહેલાં સપ્તાહમાં જ મેઘરાજા ધબધબાટી બોલાવશે. જોકે, સપ્ટેમ્બર શરૂ થયો પણ હજુ વરસાદે દર્શન આપ્યા નથી ત્યારે લોકો હવે વરસાદની રાહ જોઈ રહ્યાં છે.

હવામાન વિભાગની આજની આગાહી
સપ્ટેમ્બર શરૂ થતા કેટલાંક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ  બન્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટોછવાયો હળવો વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય રાજ્યના તમામ ભાગોમાં હવામાન સૂકું રહી શકે છે. આગામી સમયમાં પણ આજ ભાગોમાં હળવો વરસાદ રહી શકે છે.

અલનીનોની અસરના કારણે ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાયો હતો અને તે બાદ ફરી એકવાર ચોમાસું એક્ટિવ થવા માટે સાનુકૂળ હવામાન બન્યું છે, આગામી સમયમાં નવી સિસ્ટમ સક્રિય થઈ શકે છે અને રાજ્યમાં મેઘ મહેર થઈ શકે છે, જોકે, હવામાન વિભાગ દ્વારા હાલમાં નવી સિસ્ટમ અંગે કોઈ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી નથી.

રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગરમીમાં પણ આગામી દિવસોમાં કોઈ મોટા ફેરફાર થવાની શક્યતાઓ ન હોવાનું જણાવ્યું છે પરંતુ જો વાદળો દૂર થાય તો સામાન્ય ફેરફાર થઈ શકે છે. જોકે, પાછલા 2 દિવસથી હળવો તડકો રાજ્યના ઘણાં ભાગોમાં જોવા મળી રહ્યો છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

Leave a Comment