ગુજરાતમાં આ વર્ષે અલનીલોની અસરને કારણે ઓગસ્ટ મહિનો સંપૂર્ણ રીતે કોરો જોવા મળ્યો છે. પરંતુ હવે સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થઈ છે ત્યારે ગુજરાતના ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. એવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા નવી સિસ્ટમને લઈને ધ્રુજવી મૂકે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તેમને જણાવ્યું છે કે આ તારીખે ગુજરાતમાં વરસાદ ભુક્કા બોલાવી શકે છે.
ગુજરાતમાં 6 સપ્ટેમ્બરથી સંભવિત વરસાદના રાઉન્ડની આશા ધૂંધળી બની છે. પરંતુ નવી અપડેટ મુજબ 10 સપ્ટેમ્બરથી યુરોપિયન મોડલ પોઝિટિવ દેખાઈ રહ્યા છે. હાલ નજીકના દિવસોમાં વરસાદની આશા દેખાઈ રહી નથી એટલે ખેડુતમિત્રોએ હાલ ખેતરમાં પાણી ચાલુ રાખવું.
આ પણ વાંચો: આજે નવી મગફળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (02/09/2023 ના) મગફળીના બજારભાવ
સપ્ટેમ્બર મહિનાના શરૂઆતથી જ આયોની પોઝિટિવ જોવા મળ્યો છે. જેને કારણે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંનેમાં મોટી હલચલ જોવા મળી રહી છે. ખાસ કરીને બંગાળની ખાડીની વાત કરીએ તો 4 સપ્ટેમ્બરથી એક મોટી સિસ્ટમ સક્રિય થશે. જેને કારણે ભારતમાં 4થી 10 સપ્ટેમ્બરની વચ્ચે એક વરસાદનું ભારે વહન આવી શકે છે.
આ પણ વાંચો: કપાસના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો; જાણો આજના (તા. 02/09/2023 ના) કપાસના બજાર ભાવ
સપ્ટેમ્બર મહિનાના બીજા સપ્તાહમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં વરસાદી માહોલ ફરી સક્રિય થઈ શકે છે. તેવી શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ સિસ્ટમ બાદ 10થી 15 સપ્ટેમ્બરની વચ્ચે અરબી સમુદ્રમાં એક લો પ્રેશર સિસ્ટમ બનશે. એકંદરે હવે એક પછી એક સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લઈને આવી શકે છે, તેવી શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
આગામી દિવસોમાં હવે ગુજરાતનું વાતાવરણ પલટાઈ જશે અને ભેજનું પ્રમાણ વધી શકે છે. ગુજરાતમાં આગામી દિવસોમાં સો ટકા વરસાદ પડવાની ગેરંટી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરી છે. સપ્ટેમ્બર મહિનાના શરૂઆતથી જ બંગાળને ખાડીમાં મોટી હલચલ થતા ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે. દક્ષિણ મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં તબાહી મચાવતો વરસાદ પડી શકે છે.
આ સિસ્ટમને કારણે ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને ભિન્ન ભિન્ન ભાગોમાં સારામાં સારો વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં પણ સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી દિવસોમાં ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થશે તેવા સંકેતો પણ દેખાઈ રહ્યા છે.
ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.
3 thoughts on “જન્માષ્ટમી ઉપર તૈયાર રહેજો; બેક ટુ બેક મોટી સિસ્ટમ, અંબાલાલ પટેલે કરી તબાહી મચાવે તેવી આગાહી”