અંબાલાલ પટેલ: ચોમાસાના આગમનની તારીખ જાહેર થતાં જ ખેડૂતો ખેતી કામ અને વાવણીની તૈયારી કરવા લાગી જતાં હોય છે. જોકે, ચોમાસાના નિયમિત વરસાદના આગમન પહેલા વાવાઝોડું સક્રિય થવાના સંજોગો ઊભા થતા હોય છે. જેના કારણે ચોમાસાની પેટર્ન ખોરવાઈ જતી હોય છે.
ચાલુ વર્ષે પણ ચોમાસાના આગામન પહેલા બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થવાનું હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે.
વાવાઝોડું આવશે તેમ છતાં પણ ચાલુ વર્ષનું ચોમાસું સારું રહેવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થાય તો તેની અસર ગુજરાતના વાતાવરણ પર થતી હોય છે. ત્યારે ચોમાસાના આગમન પહેલા 2 વાવાઝોડા સક્રિય થશે તેવું અંબાલાલ પટેલનું અનુમાન છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 24 મે સુધીમાં અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જવાની શક્યતા અને ચોમાસાની ગતિવિધિના કારણે બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થઈ શકે છે.
26 મે સુધીમાં વાવાઝોડું વધુ મજબુત બની શકે અને તબાહી મચાવે તેવું વાવાઝોડું બનવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યકત કરવામાં આવી છે.
દક્ષિણ પૂર્વિય તટ પર પ્રતિ કલાક 120 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. દક્ષિણ પૂર્વ તટથી બંગાળના ભાગ સુધી અસર જોવા મળી શકે છે. આ સ્થિતિના કારણે બંગાળના ઉપસાગરનો ભેજ અને અરબ સાગરનો ભેજ મર્જ થઈ જશે. જેના કારણે પ્રી મોનસુન એક્ટિવિટીના ભાગરૂપે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે.
આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….
બીજી તરફ, અરબી સમુદ્રમાં મે મહિનાના અંત અને જૂન મહિનાની શરુઆતમાં વાવાઝોડું સક્રિય થવાનું અનુમાન જાહેર કરાયું છે. 8 જૂન આસપાસ દરિયામાં પવન બદલાતા હોય છે, જેમાં કરંટ જોવા મળી શકે છે.
અરબ સાગર અને બંગાળની ખાડીનો ભેજ મર્જ થઈ જશે. જેના કારણે ચોમાસાના નિયમિત વરસાદ પહેલા પ્રી મોનસુન એક્ટિવિટીના કારણે વરસાદ થશે.
ગુજરાતમાં 26 થી 30 મે દરમિયાન આધી વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા છે. ત્યાર બાદ 4 જુન સુધી વરસાદ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે.
અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાવાઝોડા બને તેમ છતાં પણ ગુજરાતમાં ચોમાસું સમય કરતાં વહેલું બેસી જવાનું અનુમાન અંબાલાલ પટેલે વ્યકત કર્યું છે. 7થી 14 જુન સુધીમાં ચોમાસાનું આગમન થઇ જવાની આગાહી કરવામાં આવી છે.
વરસાદ અંગેની વધુ માહિતી મેળવવા માટે અમારું WhatsaApp Group જોઈન કરો અથવા ફેસબુક પેજ ફોલો કરો.