રાજ્યમાં છેલ્લાં લાંબા સમયથી વરસાદે વિરામ લીધો હતો. જેને લઈને વરસાદની આતૂરતા પૂર્વક રાહ જોવાઈ રહી હતી. ત્યારે રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. વલસાડ જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. તો બીજી તરફ સુરત, નવસારી તેમજ નર્મદા અને દાહોદ સહિતના વિસ્તારોમાં લાંબા સમય બાદ મેઘસવારી જોવા મળી છે. જેથી વરસાદ પડતા ખેડૂતોમાં આનંદ છવાયો છે.
સપ્ટેમ્બર મહિનાના પહેલા લો પ્રેશરની વાત કરીએ તો અગાઉ જણાવ્યું હતું તે મુજબ જ રહ્યું હતું. મધ્યપ્રદેશ સુધી લો પ્રેશર આવ્યા બાદ વિપરીત પરિબળોએ આ લો પ્રેશરને ગુજરાતની ઉપર આવવા ના દીધુ જેના લીધે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં સારો વરસાદ આવ્યો જ્યારે પૂર્વ સૌરાષ્ટ્ અને ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ ઘણી જગ્યાએ સારો વરસાદ આવ્યો તો એની સિવાયના વિસ્તારોમાં ખાસ ફાયદો મળ્યો નથી.
તો હવે જેને વરસાદ નથી આવ્યો તેને શુ તો તેના માટે અગાવ જણાવ્યું હતું એ મુજબ બંગાળની ખાડીમાં બેક ટુ બેક બે ત્રણ લો પ્રેશર બનશે. બીજુ લો પ્રેશર 13 તારીખ આસપાસ બનશે તો તે આગોતરા મુજબ જ સ્થિતિ છે અને 13 તારીખ આસપાસ બીજુ લો પ્રેશર બની જશે જે લો પ્રેશરને ગુજરાત સુધી પહોંચવામાં નડતરરૂપ પરિબળો ઓછા હોવાથી તે લો પ્રેશર સીધુ ગુજરાત સુધી પહોંચી જાય તેવી સારી શકયતા છે.
10થી 14 તારીખ સુધી હવે વરસાદનો વિસ્તાર સાવ ઘટી જશે અને છુટા છવાયા ક્યાંક સારા ઝાપટા તો ક્યાંક હળવા મધ્યમ ઝાપટા પડી શકે છે. બાકી મોટાભાગના વિસ્તારમાં વરસાદમાં ગતિવિધિ જોવા નહીં મળે. ત્યારબાદ 13 તારીખવાળા લો પ્રેશરની અસરથી 15 તારીખથી ફરી વરસાદની ગતિવિધિ વધવાનું ચાલુ થઈ જશે અને ઘણો સારો રાઉન્ડ આવી જશે એવી પ્રબળ શક્યતાઓ છે.
છેલ્લા 24 કલાકમાં દક્ષિણના જિલ્લાઓમાં સૌથી વધારે વરસાદ ખાબક્યો છે. સુરત શહેરમાં 24 કલાકમાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે માંગરોળમાં 3 ઇંચ, ઉમરપાડામાં 1.25 ઇંચ, ઓલપાડમાં 1.40 ઇંચ વરસાદ નોંધાયો છે. બારડોલીમાં 2, કામરેજમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે પલાસણામાં 1.25, માંડવીમાં 1.30 મહુવામાં 2.25 ઇંચ વરસાદ ખાબક્યો છે. ઉકાઇ ડેમની જળસપાટી 334.78 ફુટ નોંધાઇ છે. તેમજ ડેમ ભયનજક સપાટીથી ફક્ત 11 ફુટ દૂર છે. ડાંગના આહવામાં 4.5 ઇંચ, વઘઇમાં 2, સુબીરમાં 4.8 ઇંચ વરસાદ નોંધાયો છે.
ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.
2 thoughts on “સપ્ટેમ્બરનું બીજુ લો પ્રેશર; ગુજરાતમાં આજથી 15 તારીખ સુધી કેવું વાતાવરણ રહેશે? કેવો વરસાદ પડશે?”