વૈશ્વિક રૂની મજબૂતાઈ વચ્ચે ભારતીય રૂના ભાવમાં પણ ઘટાડાને બ્રેક લાગીને ભાવ સુધર્યાં હતાં. હાજર બજારમાં આવકો ઓછી હતી, પરંતુ ઓલઓવર બજારમાં નીચા ભાવથી લેવાલી આવી હોવાથી બજારો ઘટતા અટક્યાં હતાં. આગામી દિવસોમાં જો ન્યૂયોર્ક રૂ વાયદો સુધરશે તો લોકલ બજારમાં પણ મજબૂતાઈની ધારણાં છે.
નવા રૂની આવકો આ સપ્તાહથી 10 હજાર ગાંસડી સુધી આવી જાય તેવી ધારણા છે, જે હાલમાં પાંચેક હજાર દૈનિક આવકો ઓલ ઈન્ડિયા લેવલે આવી રહી છે. રૂનાં ભાવમાં રૂ. 50 વધ્યાં હતાં. ભાવ ગુજરાતમાં રૂ. 61,800થી 62,000 ભાવ જોવા મળ્યાં હતાં. કપાસિયા-ખોળ કપાસિયા ખોળ વાયદામાં ભાવ અથડાય રહ્યાં હતાં અને બેન્ચમાર્ક વાયદો રૂ. 4 વધીને રૂ. 2767 ની સપાટી પર બંધ રહ્યો હતો.
આ પણ વાંચો: સપ્ટેમ્બરનું બીજુ લો પ્રેશર; ગુજરાતમાં આજથી 15 તારીખ સુધી કેવું વાતાવરણ રહેશે? કેવો વરસાદ પડશે?
હાજર બજારમાં કપાસિયા સીડમાં રૂ. 10 અને ખોળમાં રૂ.30 ઘટ્યાં હતાં. સૌરાષ્ટ્રમાં કપાસિયાનાં ભાવ રૂ. 610થી 620હતાં. કડીમાં ભાવ રૂ. 610થી 620 હતાં. ખોળનાં ભાવ સૌરાષ્ટ્રમાં બ્રાન્ડનાં રૂ. 1600 અને નાની મિલોનાં રૂ. 1500થી 1540નાં ભાવ હતાં. કડીમાં કપાસિયા ખોળનાં ભાવ રૂ. 1550 થી 1570 હતાં. હારીજ બાજુ ખોળનો ભાવ પીવીસી બેગમાં રૂ. 1651 અને શુગર બારદાનમાં રૂ. 1691 ભાવ હતાં. ભાવ સ્ટેબલ હતાં.
આ પણ વાંચો: ખેડુતો માટે રાહતના સમાચાર; ચોમાસું થશે ફરી સક્રિય, આ તારીખથી ગુજરાત જળબંબાકાર
કપાસના બજાર ભાવની વાત કરીએ તો, તા. 09/09/2023, શનિવારના રોજ બાબરા માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1500થી રૂ. 1612 સુધીના બોલાયા હતા. જ્યારે તળાજા માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1405થી રૂ. 1553 સુધીના બોલાયા હતા. તેમજ વીરમગામના માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1552થી રૂ. 1553 સુધીના બોલાયા હતા.
કપાસના બજાર ભાવ:
તા. 09/09/2023, શનિવારના કપાસના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
બાબરા | 1500 | 1612 |
તળાજા | 1405 | 1406 |
વીરમગામ | 1552 | 1553 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.
2 thoughts on “નવા કપાસના ભાવમાં થયો મોટો વધારો; જાણો આજના (તા. 11/09/2023 ના) કપાસના બજાર ભાવ”