અશોકભાઈ પટેલની મોટી આગાહી/ આજથી 20 ઓગષ્ટ સુધીની આગાહી, વરસાદ આવશે કે નઈ?

WhatsApp Group Join Now

સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતમાં ઘણા દિવસોથી કોઈ નોંધપાત્ર વરસાદ નથી ત્યારે હજુ ચાલુ રામાહમાં પણ ધૂપછાંવ ભર્યો માહોલ યથાવત રહેવાની અને નોંધપાત્ર વરસાદ થાય તેમ ન હોવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.

તેઓએ આજે વાતચીતમાં કહ્યું કે, રાજયમાં ઘણા દિવસોથી વરસાદનો વિરામ છે અને કયાંય નોંધપાત્ર વરસાદ નથી. 13મી ઓગસ્ટની સ્થિતિએ રાજ્યમાં વરસાદની ટકાવારીમાં પણ ઘટાડો થયો છે. સૌરાષ્ટ્ર- કચ્છમાં નોર્મલ કરતાં હવે 63 ટકા વધુ વરસાદ રહ્યો છે. કચ્છમાં 126 ટકા તથા ગુજરાત રીજીયનમાં નોર્મલ કરતા ત્રણ ટકા વધુ વરસાદ છે. મહત્વની વાત એ છે કે દેશ લેવલે વરસાદની ખાધ થઈ ગઈ છે અને હાલ નોર્મલ કરતાં 3 ટકા ઓછો વરસાદ છે. કેરળ, ઝારખંડ, મિઝોરમ, બિહાર અને મણીપુરમાં વરસાદની ખાધ વધુ છે.

ચોમાસા સબંધી પરિબળ વિશે તેમણે કહ્યું કે ગુજરાતને અસરકર્તા પરિબળો વિપરીત છે. ચોમાસુ ધરીનો પશ્ચિમ છેડો નોર્મલથી ઉત્તર તરફ જ છે અને અમુક દિવસો હિમાલયની તળેટીમાં રહેવાની શકયતા છે. આ સિવાય 3.1 ના લેવલે ભેજની માત્રા ઓછી રહે તેમ છે. પવનની ઝડપ પણ સામાન્ય કરતા વધુ રહેશે અને અમુક સમયે 25થી 34 કીમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.

તા. 14થી 20 ઓગસ્ટની આગાહીમાં તેઓએ કહ્યું કે, સૌરાષ્ટ્રમાં અમુક દિવસે કયાંક છુટાછવાયા ઝાપટા કે હળવો વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્રનાં દરીયાકાંઠાનાં ભાગોમાં આ શકયતા વધુ રહેશે, બાકી ધૂપછાવનો માહોલ રહેશે. ગુજરાત રીજીયનમાં પણ અમુક દિવસે ક્યાંક છુટાછવાયા ઝાપટા કે હળવો વરસાદ થઈ શકે છે. કયાંક મહ્તમ વરસાદની પણ સંભાવનાને બાદ કરતા ધુપછાંવ રહેશે. કયાંક નોંધપાત્ર વરસાદની શક્યતા નથી.

બીજી બાજુ ગુજરાતના સ્થાનિક હવામાન કેન્દ્ર દ્વારા, આગામી બે દિવસ દરમિયાન દમણ, દાદરા નગર હવેલી, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, મહીસાગર, સાબરકાંઠા, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દીવ અને કચ્છમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત તારીખ 17 અને 18 ઓગસ્ટના રોજ હવામાન કેન્દ્રે છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ દિવસો દરમિયાન સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવનાઓ ખુબ જ ઓછી છે.

આ સાથે જ હવામાન કેન્દ્ર દ્વારા જણાવાયુ છે કે, 19 અને 20 ઓગસ્ટ દરમિયાન પણ છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, નવસારી, સુરત, તાપી, વલસાડ અને દમણ તથા દાદરા નગર હવેલીમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ છે. આ તારીખો માટે પણ સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ નથી.

WhatsApp Group Join Now

Leave a Comment