વરસાદનું પુર્વાનુમાન: આગામી 21 ઓગષ્ટ સુધી કેવું વાતાવરણ રહેશે?

WhatsApp Group Join Now

જુલાઈ મહિનાના સારા વરસાદી રાઉન્ડ બાદ ઓગસ્ટમાં મોન્સુન બ્રેક પીરીયડ તેમજ ચોમાસુ ધરીનુ હિમાલયની તળેટીમાં જવાના લીધે ઓગસ્ટ શરૂઆતથી રાજ્યમા એવરેજ કરતા ઓછો વરસાદ જોવા મળ્યો છે. મોન્સુન બ્રેક પીરીયડ 15 ઓગષ્ટથી 22 ઓગષ્ટ ચાલુ રહેશે એટલે હાલ કોઈ મોટા વરસાદની શક્યતા નથી. સામાન્ય રેડા-ઝાપટા કે એકલ દોકલ જગ્યાએ હળવા મધ્યમ વરસાદ જોવા મળશે.

જેમાં 18 ઓગસ્ટ આજુબાજુ બંગાળની ખાડીમાં uac બનશે તેની અસર મધ્યપ્રદેશ સુધી જોવા મળશે તે uac અંદાજે મધ્યપૂર્વ ભારત સુધી આવી જશે, જેની અસરથી આગાહીના અંતિમ દિવસોમાં રાજ્યમાં મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્ર બોર્ડરના જિલ્લાઓમાં એકલ દોકલ જગ્યાએ મધ્યમ વરસાદ જોવા મળશે. જયારે રાજ્યના બાકીના વિસ્તારમાં કોઈ કોઈ દિવસ સામાન્ય છાંટા છુટી કે હળવા વરસાદની શક્યતા છે.

પવન વિશે વાત કરીએ તો સમગ્ર આગાહી સમયમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં પવન વધુ તો કોઇક દિવસ ધીમા જોવા મળશે. તેમજ વાતાવરણની વાત કરીએ તો આગાહી સમયમાં હજુ ધૂપછાવ જેવો માહોલ રહેશે, તેમાં ક્યારેક ખુલ્લો તડકો કે ક્યારેક ધાબડીયું વાતાવરણ જોવા મળશે.

હવામાન વિભાગ દ્વારા, આગામી બે દિવસ દરમિયાન દમણ, દાદરા નગર હવેલી, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, મહીસાગર, સાબરકાંઠા, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દીવ અને કચ્છમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, તારીખ 17 અને 18 ઓગસ્ટના રોજ હવામાન વિભાગે છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ દિવસો દરમિયાન સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવનાઓ બહુ જ ઓછી છે.

આ સાથે હવામાન વિભાગ દ્વારા જણાવાયુ છે કે, 19 અને 20 ઓગસ્ટ દરમિયાન પણ છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, નવસારી, સુરત, તાપી, વલસાડ અને દમણ તથા દાદરા નગર હવેલીમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ છે. આ તારીખો માટે પણ સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ નથી.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 80.69% નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ સરેરાશ વરસાદ 136.06%, સૌરાષ્ટ્રમાં 109.72%, ઉત્તર ગુજરાતમાં 67.25%, દક્ષિણ ગુજરાતમાં 71.67% અને પૂર્વ મધ્ય ગુજરાતમાં 64.98% સરેરાશ વરસાદ વરસ્યો છે.

WhatsApp Group Join Now

Leave a Comment