નમસ્કાર મિત્રો, વાવાઝોડામાં થયેલ વરસાદ બાદ ફરી એક વખત લોકો વરસાદની રાહ જોઈને બેઠા છે ત્યારે અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ બાદ હવે વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે રાજયમાં વરસાદને લઈને આગાહી કરી છે.
વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં આજથી પ્રિમોન્સુન એકટીવીટી શરૂ થઈ જશે. ઝાપટાથી માંડી છુટોછવાયો વરસાદ ચાલુ થશે. 28મી જૂનથી 4 જુલાઈ દરમ્યાન ગુજરાતમાં ચોમાસુ આગળ વધશે અને વરસાદનો સારો રાઉન્ડ આવશે.
આ પણ વાંચો: અંબાલાલ પટેલ અને અશોકભાઈ પટેલની મોટી આગાહી; ગુજરાતમાં ધોધમાર વરસાદ ક્યારે?
સામાન્ય રીતે મુંબઈમાં ચોમાસુ બેસે ત્યારબાદ થોડા દિવસમાં દક્ષિણ ગુજરાત અને કોસ્ટલ સૌરાષ્ટ્રમાં ચોમાસુ બેસતું હોય છે. મુંબઈમાં હાલનું વાતાવરણ ગુજરાત રીજનમાં પ્રીમોન્સુન એકટીવીટી માટે યોગ્ય થઈ ગયું છે. તેવી જ રીતે સૌરાષ્ટ્ર- કચ્છ માટે આજથી યોગ્ય થઈ જશે.
23 જૂનથી 27 જૂન સુધીની સૌરાષ્ટ્ર- કચ્છ- ગુજરાતની આગાહી કરતા વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે કે આગાહી સમયમાં પ્રિમોન્સુન એકટીવીટીના ભાગરૂપે ઝાપટાથી લઈને છૂટાછવાયો વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છ કરતાં ગુજરાત રીજનમાં વરસાદની માત્રા વધુ રહેશે.
આ પણ વાંચો: વરસાદનું પુર્વાનુમાન; આજથી 2 જુલાઈ સુધીનું, બંગાળની ખાડીમાં લો પ્રેશર
તો બીજી બાજુ હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 25-26 જૂને વરસાદનું જોર વધશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, વડોદરા અને ભરૂચમાં વરસાદની આગાહી છે.
વરસાદ અને વાવાઝોડા સંબધિત તમામ પરિસ્થિતિમાં ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.